IPL 2020: આઈપીએલની 13મી સિઝનની તારીખ નક્કી, ટીમો મુશ્કેલીમાં, જાણો કેમ
આઈપીએલની સિઝનની તારીખોની જાહેરાત બાકી છે. પરંતુ દિલ્હી કેપિટલ્સના એક અધિકારીએ દાવો કર્યો છે કે આઈપીએલની શરૂઆતની તારીખો નક્કી થઈ ચૂકી છે. અધિકારીનો દાવો છે કે આઈપીએલ 2020ની શરૂઆત 29 માર્ચ થી થશે, અને તેની શરૂઆત મુંબઈના વાનખેડે સ્ટેડિયમથી થશે. આઈપીએલ 2020ની આ સિઝનની શરૂઆત ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે થશે.

29 માર્ચે મુંબઈના વાનખેડેથી શરૂઆત
અધિકારીનો કહેવું છે કે,'મને જણાવવામાં આવ્યુ કે આઈપીએલ 2020ની શરૂઆત 29 માર્ચે મુંબઈના વાનખેડેથી થશે.' તેનો અર્થ એ છે કે આઈપીએલની 13મી સિઝનની શરૂઆતમાં ટીમો પાસે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ નહીં હોય. તેનું મુખ્ય કારણ છે કે આ દરમિયાન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી 20 સિરીઝ ચાલતી હશે, જ્યારે બીજી તરફ ઈંગ્લેન્ડ અને શ્રીલંકાની ટીમ ટેસ્ટમાં વ્યસ્ત હશે જે 31 માર્ચે પૂરી થશે.

રજૂઆત કરી હતી
આ પહેલા આઈપીએલની કેટલીક ટીમોએ કહ્યું હતું કે તેમણે આઈપીએલ જૂના ફોર્મેટના આધારે ડબલ હેડરથી આયોજન થાય અને 1 એપ્રિલથી ટુર્નામેન્ટ શરૂ થાય તે માટે ગર્વનિંગ કાઉન્સિલને રજૂઆત કરી હતી. જેથી બધા જ ખેલાડીઓ ટીમ સાથે જોડાઈ શકે.

દર્શકોને સારો વ્યૂઈંગ ટાઈમ મળી શકે
અધિકારીએ આગળ કહ્યું,'ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 સિરીઝ 29 માર્ચે પુરી થશે. તો ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ ટેક્નિકલ રીતે 31 માર્ચે પૂરી થશે. એટલે આ 4 ટીમના મોટા ખેલાડીઓ શરૂઆતની મેચમાં રમે તે મુશ્કેલ છે.' અધિકારીનો દાવો છે કે આઈપીએલ ગવર્નિંગ કાઉન્લિસ આ સિઝનમાં વધુમાં વધુ ડબલ હેડર કરવાના પક્ષમાં છે, જેથી દર્શકોને સારો વ્યૂઈંગ ટાઈમ મળી શકે.
IPL 2020: રવિચંદ્રન અશ્વિને કહ્યું તે ફરી બેટ્સમેનોને ‘માંકડ' કરશે
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો