IPL 2020 SRH vs DC: દિલ્હી 131 રને ઓલ આઉટ, હૈદરાબાદની 88 રને સૌથી મોટી જીત
દુબઇમાં રમાઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2020 ની 47 મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદએ મંગળવારે દિલ્હી કેપિટલ્સ સામે જીતવા 220 રનનો લક્ષ્યાંક આપ્યો છે. દિલ્હીના કેપ્ટન શ્રેયસ શ્રેયસ ઐયરે ટોસ જીતીને હૈદરાબાદને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. હૈદરાબાદે 20 ઓવરમાં બે વિકેટ ગુમાવી 219 રન બનાવ્યા હતા. વૃદ્ધિમાન સાહાએ 45 બોલમાં 87 રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે કેપ્ટન ડેવિડ વોર્નરે 34 બોલમાં 66 રન બનાવ્યા હતા. મનિષ પાંડે 31 બોલમાં 44 રન બનાવીને અણનમ રહ્યો. દિલ્હી તરફથી આર અશ્વિન અને એનિચ નોર્ટ્જેએ એક-એક વિકેટ ઝડપી હતી.
દિલ્હીએ આ લક્ષ્યનો પીછો કરતા 19 ઓવરમાં ઓલ આઉટ થઇ ગયું હતું. દિલ્હીએ 19 ઓવરમાં 131 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી રાશિદ ખાને શાનદાર બોલિંગ કરીને 3 વિકેટ લીધી હતી. આ મેચમાં 88 રને સૌથી મોટી જીત મેળવી હતી.
સાહા-વોર્નરની શાનદાર ફીફ્ટી, હૈદરાબાદે દિલ્હીને આપ્યું 220 રનનું લક્ષ્ય
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો