DC vs SRH: દિલ્હીની કરારી હાર, હૈદરાબાદનો 88 રને વિજય
નવી દિલ્હીઃ સનરાઈઝર્સ હૈરાબાદે દિલ્હી કેપિટલ્સને આઈપીએલ સીઝન 13ના 47મા મેચમાં 99 રને માત આપી છે. આ હૈદરાબાદનો 12 મુકાબલો હતો જેમાંથી સાતમી જીત મળી છે, જ્યારે દિલ્હીએ પાંચમી હારનો સામનો કરવો પડ્યો છે. હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે, જ્યારે દિલ્હી ત્રીજા સ્થાને આવી ગઈ છે.
દિલ્હીને 220 રનનો લક્ષ્ય મળ્યો હતો, પરંતુ તે 19 ઓવરમાં 131 રન પર જ ઑલઆઉટ થઈ ગઈ. રાશિદ ખાને 4 ઓવરમાં માત્ર 7 રન આપી 3 વિકેટ ચટકાવી, જ્યારે સંદીપ શર્મા અને ટી નટરાજને 2-2- વિકેટ ચટકાવી. જ્યારે શહબાજ નદીમ, જેસન હોલ્ડર અને વિજય શંકરને 1-1 વિકેટ મળી.
અગાઉ દિલ્હીએ ટૉસ જીત્યો અને બોલિંગ કરવાનો ફેસલો લીધો, પરંતુ હૈદરાબાદના બેટ્સમેનોએ શ્રેયસ ઐય્યરના ફેસલાને ખોટો સાબિત કરી દીધો. ઓપનિંગ કરવા આવેલ કેપ્ટન ડેવિડ વોર્નર અને રિદ્ધિમાન સાહાએ વિસ્ફોટક ગેમ દેખાડી અને શરૂઆતી 6 ઓવરમાં વિકેટ ગુમાવ્યા વિના 77 રન ઠોકી દીધા. વોર્નર અને સહાના વિસ્ફોટક ખેલની મદદથી હૈદરાબાદે દિલ્હી સામે 2 વિકેટ ગુમાવી 220 રનનો ટાર્ગેટ આપ્યો.
લંકા પ્રીમિયર લીગને ઝાટકો, રસેલ, ડુપ્લેસિસ સહિત આ 5 ખેલાડીઓએ નામ પરત ખેંચ્યા
દિલ્હીના બોલર્સમાં કાગિસો રબાડાની જોરદાર ધોલાઈ કરી જેમણે 54 રન લૂંટાવી દીધા. જ્યારે અક્ષર પટેલે 36, એનરિક નોર્કિયાએ 1 વિકેટ લઈ 37 રન લૂટાવ્યા. રવિચંદ્રન અશ્વિને 1 વિકેટ લઈ 3 ઓવરમાં 35 રન આપ્યા. જ્યારે તુષાર દેશ પાંડેએ 3 ઓવરમાં 35, માર્કસ સ્ટોઈનિસે 2 ઓવરમાં 15 રન લૂંટાવ્યા.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો