IPL 2021ને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, જાણો ક્યારે થશે હરાજી
ભારતીય ક્રિકેટની ચર્ચિત ટી20 લીગ આઈપીએલ હવે પોતાની નવી સિઝન માટે તૈયાર થઈ રહી છે. યૂએઈમાં 13મા સત્રના સફળ આયોજન બાદ હવે લીગની નવી સિઝનની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. રિપોર્ટ્સ મુજબ આઈપીએલ 2021 માટે 11 ફેબ્રુઆરીએ ખેલાડીઓની હરાજી થઈ શકે છે. જ્યારે આઠેય ફ્રેન્ચાઈજીઓ માટે ખેલાડીઓને રિટેન અને રિલીઝ કરવાની સમય સીમા 20 જાન્યુઆરી થઈ શકે છે. સોમવારે સવારે આઈપીએલ ગવર્નિંગ કાઉંસિલની ઑનલાઈન બેઠક દરમ્યાન આ અંગે નિર્ણય લેવામાં આવશે.
IPL Season 2021 માટે બીસીસીઆઈએ હજી સુધી તારીખ અને વેન્યૂનુંઅંતિમ રૂપ નથી આપ્યું. જો કે હજી સુધી હરાજી માટે જગ્યાની પસંદગી પણ નથી થઈ. જો કે એવી સંભાવના છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનાર ટેસ્ટ સીરીઝના પહેલા અને બીજા ટેસ્ટ મેચ દરમ્યાન જ આનું આયોજન થઈ શકે છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ 5-9 ફેબ્રુઆરીએ રમાશે જ્યારે બીજી મેચ 13-17 ફેબ્રુઆરીએ રમાશે.
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી અને લૉકડાઉનને કારણે પાછલી સીઝન પાંચ મહિના મોડી ચાલુ થઈ હતી, કોરોના સંક્રમણના ખતરાને જોતાં આઈપીએલનું આયોજન યૂએઈમાં કરાયું હતું. જો કે ફરી એકવાર ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે આઈપીએલની 14મી સીઝનનું આયોજન નક્કી કરેલા સમયે ભારતમાં જ થશે. દર વખતેની જેમ આ વખતેપણ હરાજીમાં ફ્રેન્ચાઈઝીના પર્સમાં 3 કરોડ રૂપિયાનો વધારો થવાની સંભાવના છે. હાલ ચેન્નઈ સુપર કિંગ્સ પાસે સૌથી ઓછા રૂપિયા બચ્યા છે જ્યારે કિંગ્સ ઈલેવન પંજાબના પર્સમાં 16.5 કરોડની સૌથી વધુ રાશિ હાજર છે.
જણાવી દઈએ કે યૂએઈમાં રમાયેલ લીગની 13મી સીઝનમાં તમામ ટીમે પહેલાની સરખામણીએ સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ અંતમાં મુંબઈ ઈન્ડિયન્સ બાજી મારી ગયું. આ ઉપરાંત દિલ્હીની ટીમ પહેલીવાર ફાઈનલમાં પહોંચી હતી જ્યારે ચેન્નઈ સાતમા સ્થાન પર રહી.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો