For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2021: દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ પીચ રિપોર્ટ, બાઉન્ડ્રી લેન્થ, T20 રેકોર્ડ્સ

IPL 2021: દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ પીચ રિપોર્ટ, બાઉન્ડ્રી લેન્થ, T20 રેકોર્ડ્સ

|
Google Oneindia Gujarati News

દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં IPL 2021ના કુલ 13 મેચ રમાશે. ફાઈનલ મુકાબલો પણ દુબઈના ગ્રાઉન્ડમાં જ રમાશે. ત્યારે ક્રિકેટ રશિકોને દુબઈની પીચ કેવી છે, ગ્રાઉન્ડ કેવું છે, ત્યાંનું વાતાવરણ કેવું છે અને ટી20 આંકડાઓ તથા રેકોર્ડ્સ કેવા છે તે જાણવા માટે ઉત્સુક હશે. ખાસ તેમના માટે અમે આ આર્ટિકલ લાવ્યા છીએ.

Dubai International Stadium

દુબઈ ક્રિકેટ સ્ટેડિયમનો પરિચય (Dubai International Stadium Introduction)

ઉલ્લેખનીય છે કે કેનેડિયન આર્કિટેક્ટ અવસમ માતલૂબે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમનો સ્ટ્રક્ચર પ્લાન બનાવ્યો હતો. આ ગ્રાઉન્ડની બેઠક ક્ષમતા 25,000 છે, જો કે ખચોખચ ભરીએ તો 30,00 દર્શકોને સમાવવાની આ મેદાન ક્ષમતા ધરાવે છે. ICCના જણાવ્યા અનુસાર, દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ યુએઇના સૌથી આઇકોનિક ક્રિકેટ સ્ટેડિયમોમાંનું એક છે.

દુબઈ સ્ટેડિયમ પીચ રિપોર્ટ (Dubai International Cricket Stadium Pitch Report)

જો દુબઈની પીચની વાત કરીએ તો આ ગ્રાઉન્ડ 61 મીટરનું છે. T20 માટે દુબઈનું મેદાન બેટ્સમેનને સપોર્ટ કરે તેવું છે, જેથી બેટ્સમેન આ મેદાનમાં બેટિંગ કરવાનો ભરપુર આનંદ ઉઠાવી શકશે. આ મેદાન પર ઓક્ટોબર અને નવેમ્બર 2019માં કુલ 15 T20I મેચ રમાયા હતા, જેમાંથી 12 મેચ પહેલાં બેટિંગ કરનાર ટીમે જીત્યા. ડે મેચમાં પહેલાં બેટિંગ કરવી સહેલી રહે છે અને બીજી ઈનિંગમાં બોલ સ્લો થઈ જતો હોવાથી બેટ્સમેન મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. જો કે નાઈટ મેચમાં બધો જ આધાર વાતાવરણ, ડ્યૂ ફેક્ટર પર રહેતો હોય છે. આવી સ્થિતિમાં બીજી ઈનિંગમાં બોલર્સ માટે મુશ્કેલી સર્જાય છે અને પાવર હીટર્સ આ પરિસ્થિતિનો ભરપૂર ફાયદો ઉઠાવી શકે છે.

આઈપીએલ મેચ રેકોર્ડ્સ (IPL Matches Records)

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ પર 2014 અને 2020માં કુલ 32 IPl મેચ રમાયા.

જો છેલ્લા પાંચ આઈપીએલ મેચની વાત કરીએ 10 નવેમ્બર 2020ના રોજ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ફાઈનલ મુકાબલો રમાયો હતો. જેમાં મુંબઈએ દિલ્હીને 5 વિકેટે હરાવ્યું હતું.

MI vs DC, Finale 2020

  • 1st Innings - DC 156/7 (20 overs)
  • 2nd Innings - MI 157/5 (18.4 overs)

5 નવેમ્બર 2020ના રોજ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ક્વોલિફાયર મેચ 1 રમાયો હતો. જેમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 57 રને માત આપી હતી.

MI vs DC, Qualifier 1, 2020

  • 1st Innings - MI 200/5 (20 overs)
  • 2nd Innings - DC 143/8 (20 overs)

1 નવેમ્બર 2020ના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આ મેદાન પર મુકાબલો થયો હતો. જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સે રાજસ્થાન રોયલ્સને 60 રને હરાવી હતી.

RR vs KKR, 2020

  • 1st Innings - KKR 191/7 (20 overs)
  • 2nd Innings - RR 131/9 (20 overs)

31 ઓક્ટોબર 2020ના રોજ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થયો હતો. જેમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 9 વિકેટે હરાવી હતી.

DC vs MI, 2020

  • 1st Innings - DC 110/9 (20 overs)
  • 2nd Innings - MI 111/1 (14.2 overs)

29 ઓક્ટોબર 2020ના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થયો હતો જેમાં ચેન્નઈ સુપર કિંગ્સેસ કોલકાતા નાઈટ રાઈડર્સને 6 વિકેટે હરાવી હતી.

CSK vs KKR, 2020

  • 1st Innings - KKR 172/5 (20 overs)
  • 2nd Innings - CSK 178/4 (20 overs)

દુબઈના સ્ટેડિયમમાં રમાનાર આઈપીએલ મેચ

  • IPL 2021માં દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં કુલ 13 મુકાબલા રમાશે જેનું શિડ્યૂઅલ આ પ્રમાણે છે.
  • 19 સપ્ટેમ્બર 2021: ચેન્નઈ સુપર કિંગ્સ વર્સિસ મુંબઈ ઈન્ડિયન્સ
  • 21 સપ્ટેમ્બર 2021: પંજાબ કિંગ્સ વર્સિસ રાજસ્થાનરોયલ્સ
  • 21 સપ્ટેમ્બર 2021: દિલ્હી કેપિટલ્સ વર્સિસ હૈદરાબાદ
  • 26 સપ્ટેમ્બર 2021: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વર્સિસ મુંબઈ ઈન્ડિયન્સ
  • 27 સપ્ટેમ્બર 2021: સનરાઈઝર્સ હૈદરાબાદ વર્સિસ રાજસ્થાન રોયલ્સ
  • 29 સપ્ટેમ્બર 2021: રાજસ્થાન રોયલ્સ વર્સિસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
  • 1 ઓક્ટોબર 2021: કોલકાતા નાઈટ રાઈડર્સ વર્સિસ પંજાબ કિંગ્સ
  • 3 ઓક્ટોબર 2021: કોલકાતા નાઈટ રાઈડર્સ વર્સિસ સનરાઈઝર્સ હૈદરાબાદ
  • 4 ઓક્ટોબર 2021: દિલ્હી કેપિટલ્સ વર્સિસ ચેન્નઈ સુપર કિંગ્સ
  • 7 ઓક્ટોબર 2021: ચેન્નઈ સુપર કિંગ્સ વર્સિસ પંજાબ કિંગ્સ
  • 8 ઓક્ટોબર 2021: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વર્સિસ દિલ્હી કેપિટલ્સ
  • 10 ઓક્ટોબર 2021: TBC vs TBC, Qualifier 1
  • 15 ઓક્ટોબર 2021: TBC vs TBC, Final

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Dubai International Stadium Pitch Report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X