• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IPL 2021, RR vs DC: ટીમ ન્યૂઝ, સંભાવિત પ્લેઈંગ ઈલેવન, ડ્રીમ11 ટીમ

|
Google Oneindia Gujarati News

આઈપીએલની 14મી સિઝનમાં આજે ભારતના બે યુવા ખેલાડીઓ વચ્ચે શાનદાર કપ્તાનીનો મુકાબલો જોવા મળવા જઈ રહ્યો છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો છે. આઈપીએલની 14મી સિઝનનો આ સાતમો મેચ છે અને બંને જ ટીમના કેપ્ટન નવા છે. રાજસ્થાન રોયલ્સના સંજૂ સેમસન અને દિલ્હી કેપિટલ્સના રિષભ પંતને આમને સામને કપ્તાની પેંતરા અજમાવતા જોવા ઘણા રોમાંચક થવા જઈ રહ્યું છે.

સંજૂ સેમસન ઘણા સારા ફોર્મમાં ચાલી રહ્યા છે, પાછલા મુકાબલામાં તેમણે સદી ફટકારી હતી પરંતુ પોતાની ટીમને જીત સુધી નહોતા પહોંચાડી શક્યા જ્યારે રિષભ પંતનું આ સિઝનમાં કેપ્ટન તરીકે શ્રેષ્ઠ ડેબ્યૂ થયું છે જ્યાં તેમની કપ્તાનીમાં ટીમે પહેલી મેચ જીતી લીધી હતી. આવો જોઈએ આજની મેચની પ્લેઈંગ ઈલેવન અને Dream 11 કેવા પ્રકારની હોય શકે છે.

ટીમ ન્યૂઝઃ રાજસ્થાન રોયલ્સ

ટીમ ન્યૂઝઃ રાજસ્થાન રોયલ્સ

ટીમની વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સની ટીમને મંગળવારે મોટો ઝાટકો ત્યારે લાગ્યો હતો જ્યારે સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ પ્રતિયોગિતાથી બહાર થઈ ગયા. જી હાં, બેન સ્ટોક્સ આખા આઈપીએલમાં નહિ રમી શકે કેમ કે તેમની આંગળી ટૂટી ગઈ છે. રાજસ્થાન રોયલ્સ પહેલેથી જ જોફ્રા આર્ચર વિના રમી રહી છે. જો કે ટીમ માટે સારી વાત એ છે કે આર્ચરે સર્જરી બાદ પોતાનો રિહૈબ પ્રોગ્રામ પૂરોે કરી લીધો છે અને તે ટ્રેનિંગ કરવા માટે તૈયાર છે. પરંતુ તેઓની વાપસી ક્યારે થશે તે હજી જાણી શકાયું નથી. એવામાં ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોન અથવા તો દક્ષિણ આફ્રીકી બેટ્સમેન ડેવિડ મિલરને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી શકે છે. જ્યાં સુધી બાકી ટીમની વાત છે રાજસ્થાન રોયલ્સ પોતાના ઓપનિંગ વિકલ્પોને અજમાવવા તરફ ધ્યાન દોરી રહી છે. યશસ્વી જયસવાલને ટીમ લાવી શકે છે. આ ઉપરાંત તેમની પાસે એન્ડ્રૂ ટાઈ પણ છે જે મુસ્તાફિજુરની જગ્યાએ રમી શકે છે. મુસ્તફિજુર રહમાન પંજાબ કિંગ્સ સામે ઘણા મોંઘા સાબિત થયા હતા.

ટીમ ન્યૂઝઃ દિલ્હી કેપિટલ્સ

ટીમ ન્યૂઝઃ દિલ્હી કેપિટલ્સ

વાત કરીએ દિલ્હી કેપિટલ્સની કે જેમની પાસે એક સારું કૉમ્બિનેશન છે અને તે મેચ વિજેતા ટીમમાં કદાચ બદલાવ કરવા નહિ ઈચ્છે. પરંતુ દક્ષિણ આફ્રીકાના ફાસ્ટ બોલર કગિસો રબાડા વાપસી કરી રહ્યા છે માટે તેમને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા આપવી તો બને જ છે ત્યારે અંગ્રેજી ઓલરાઉન્ડર ટૉમ કરનની જગ્યા ખતરામાં જોવા મળી રહી છે. ક્રિસ વોક્સે જેવી રીતે પહેલી મેચમાં બોલિંગ કરી હતી તે પોતાની જગ્યા યથાવત રાખશે. એનરિક નૉર્ખિયા કોરોના વાયરસથી પીડિત ચે અને તે આ મુકાબલો નહિ રમી શકે. અક્ષર પટેલ પણ હાજર ના હોવાથી અમિત મિશ્રા પોતાની જગ્યા યથાવત રાખશે. બાકી ટીમ પહેલા મુકાબલામાં ઉતરી હતી તેવી જ છે.

આવી હોય શકે પ્લેઈંગ ઈલેવન

આવી હોય શકે પ્લેઈંગ ઈલેવન

રાજસ્થાન રોયલ્સઃ સંજૂ સેમસન, જોસ બટલર, યશસ્વી જયસવાલ/ મનન વોહરા, ડેવિડ મિલર/ લિયામ લિવિંગસ્ટોન, શિવમ દુબે, રિયાન પરાગ, રાહુલ તેવટિયા, ક્રિસ મોરિસ, શ્રેયસ ગોપાલ, એંડ્રૂ ટાય/ મુસ્તફિજુર રહમાન, ચેતન સકારિયા

દિલ્હી કેપિટલ્સઃ રિષભ પંત, શિખર ધવન, પૃથ્વી શૉ, અજિંક્ય રહાણે, માર્કસ સ્ટોઈનિસ, શિમ્રોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, ક્રિસ વૉક્સ, કગિસો રબાડા, અમિત મિશ્રા, આવેશ ખાન.

ડ્રીમ 11 ટીમ

ડ્રીમ 11 ટીમ

સંજૂ સેમસન (કેપ્ટન), શિખર ધવન, પૃથ્વી શૉ, રિષભ પંત, જોસ બટલર, યશસ્વી જયસવાલ, આર અશ્વિન, ક્રિસ વોક્સ, શ્રેયસ ગોપાલ, કગિસો રબાડા (વાઈસ કેપ્ટન), ચેતન સકારિયા

IPL 2021: પોઈન્ટ ટેબલ અપડેટ, પર્પલ કેપ અને ઓરેન્જ કેપની રેસમાં કોણ આગળ?IPL 2021: પોઈન્ટ ટેબલ અપડેટ, પર્પલ કેપ અને ઓરેન્જ કેપની રેસમાં કોણ આગળ?

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2021, RR vs DC: Team News, Probable Playing XI, Dream 11 Team. ટીમ ન્યૂઝ, સંભાવિત પ્લેઈંગ ઈલેવન, ડ્રીમ11 ટીમ
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X