• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IPL 2021: CSK સામે મેચ પહેલાં મુંબઈ ઈન્ડિયન્સના ખેમામાં જોડાયા સચિન તેંડુલકર

|
Google Oneindia Gujarati News

મુંબઈ ઈન્ડિયન્સના મેંટર સચિન તેંડુલકર ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021ની આગામી યૂએઈ સિરીઝમાં મુંબઈ ઈન્ડિયન સાથે કિકસ્ટાર્ટ કરવા માટે તૈયાર છે. સચિન પ્રતિયોગિતાના બીજા તબક્કાના આગાઝ પહેલાં શનિવારે ટીમ પ્રશિક્ષણ સત્રમાં સામેલ થયા. મુંબઈની ટીમ રવિવારે દુબઈમાં ચિર પ્રતિદ્વંદ્વી ચેન્નઈ સુપર કિંગ્સ સાથે મુકાબલા કરવા માટે તૈયાર છે.

મુંબઈ ઈન્ડિયન્સે ખેલાડીઓ સાથે મેદાન પર સચિન તેંડુલકરનો વીડિયો શેર કરતાં ટ્વીટ કર્યું, "મેંટર, આઈકોનિક લેજન્ડ, માસ્ટર બ્લાસ્ટર આબૂ ધાબીના ટ્રેનિંગ ગ્રાઉન્ડમાં અમારી સાથે."

સચિને કહ્યું કે મુંબઈ ઈન્ડિયન્સની જર્સી પહેરી ઉત્સાહિત છું. સચિન તેંડુલકરે ગત ચેમ્પિયન દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વીડિયોમાં કહ્યું, "બે વર્ષ બાદ હું આ જર્સી મારા રૂમમાં પહેરવા માટે ઉત્સાહિત હતો."

અગાઉ ફેબ્રુઆરીમાં સચિનના દીકરા અર્જુન તેંડુલકરને મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલની મીની હરાજીમાં 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેંડુલકર પાછલા અઠવાડિયે સંયુક્ત અરબ અમીરાત પહોંચ્યા અને તેમને અનિવાર્ય રૂપે પાંચ દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડ્યું. બધા જ પ્રોટોકોલ ક્લિયર કર્યા બાદ સચિને ટીમ બસમાં સવાર થયા બાદ કેપ્ટન રોહિત શર્મા, ઝાહીર ખાન અને રાહુલ સાંઘવી સાથે એક સેલ્ફી શેર કરી.

આઈપીએલ 2021નો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી દુબઈમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગત ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે બ્લોકબસ્ટર ક્લેશ સાથે શરૂ થશે. MI સાત મેચમાં આઠ અંકો સાથે ચોથા સ્થાને છે. જ્યારે સીએસકે સાત મેચમાં 10 અંક સાથે બીજા સ્થાને છે.

પોઈન્ટ ટેબલ અને સ્ટેટસ ઉપરાંત આ વ્યવહારિક રીતે નવો ટૂર્નામેન્ટ છે. વેન્યૂ અલગ છે, કેટલીક ટીમો અલગ અલગ લુકમાં છે, બધી ટીમોએ નવેસરથી ટીમો કરવી પડશે, સૌથી પડકારપૂર્ણ છે ફ્રેંચાઈઝી-ટી20 ટૂર્નામેન્ટનો મૂડ અને ગતિથી ખુદને જોડશે. કેટલાક ખેલાડી ટેસ્ટ મેચ પછી સીધી ઉડાણ ભરી રહ્યા છે, કેટલાક ઈંગ્લેન્ડમાં ધી હંડ્રેડ ટૂર્નામેન્ટ રમીને આવ્યા છે. હવે 27 દિવસમાં 30 ગેમ રમાનાર છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે આજે સાંજે સાડા સાત વાગ્યે મુકાબલો થનાર છે. બધી જ મેચ યુએઈમાં રમાનાર છે. ઓનલાઈન હોટસ્ટાર પર આઈપીએલ લાઈવ જોઈ શકાશે અને ટીવી ચેનલ સ્ટાર સ્પોર્ટ્સ પર પણ આઈપીએલનું સીધું પ્રસારણ કરવામાં આવશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2021: Sachin Tendulkar joins Mumbai Indians before match against CSK
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X