For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેપ્ટન હાર્દિક પંડ્યાના મનની ઈચ્છા થઈ પૂરી, પહેલી જ સિઝનમાં 'મોટા ભાઈ'ને પાછળ છોડ્યા

હાર્દિકે ધોની જેવી ઉપલબ્ધિ મેળવવા તરફ પહેલુ પગલુ માંડી લીધુ છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સના કેપ્ટન, આઈપીએલ 2022ના હીરો છે. એક એવો ઑલ રાઉન્ડર જેને ભારત પોતાની ટી20 વર્લ્ડ કપ ટીમમાં જોવા માંગે છે. હાર્દિકે ધોની જેવી ઉપલબ્ધિ મેળવવા તરફ પહેલુ પગલુ માંડી લીધુ છે, તેની ટીમ જીટીએ 29 મેએ પહેલી જ સિઝનમાં આઈપીએલ ખિતાબ જીતી લીધો છે. એ આઈપીએલ ખિતાબ જેને આરસીબી જેવી ઘણી હાઈ પ્રોફાઈલ ટીમો ક્યારેય જીતી નથી શકી, વિરાટ કોહલી પોતાની કેપ્ટનશીપમાં પૂરો દમ ઝીંકીને પણ જીતી શક્યો નહિ, હાર્દિકે પહેલી જ સિઝનમાં એકદમ સરળતાથી ચમકતી ટ્રૉફી મેળવી લીધી.

હાર્દિકે પોતાની પાંચમી આઈપીએલ ટ્રૉફી જીતી

હાર્દિકે પોતાની પાંચમી આઈપીએલ ટ્રૉફી જીતી

એ સાચુ છે કે હાર્દિકે રવિવારે ગુજરાત ટાઇટન્સને તેની પ્રથમ સિઝનમાં જીત સાથે તેની પાંચમી IPL ટ્રોફી જીતી હતી. અમદાવાદમાં એકતરફી ફાઇનલમાં જીટીએ રાજસ્થાન રૉયલ્સને 7 વિકેટે હરાવીને હાર્દિકે બેટ અને બોલથી પ્રભાવિત કર્યા હતા. હાર્દિકની કેપ્ટનશીપ હેઠળ ગુજરાત ટાઇટન્સ ખરેખર મુશ્કેલીથી હારનારી ટીમ લાગી છે.

ભલે કેપ્ટન તરીકે આ પહેલી ટ્રૉફી હતી પરંતુ...

ભલે કેપ્ટન તરીકે આ પહેલી ટ્રૉફી હતી પરંતુ...

5 વખતની IPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ માટે નિયમિત રીતે દેખાતા હાર્દિકે સમગ્ર સિઝનમાં 487 રન બનાવ્યા અને 8 વિકેટ લીધી. જેમાં રૉયલ્સ સામેની ફાઇનલમાં 17 રનમાં 3 વિકેટનો સમાવેશ થાય છે. ગુજરાત ટાઈટન્સના 131 રનના ચેઝમાં હાર્દિક પંડ્યાની 30 બોલમાં 34 રનની ઈનિંગ નિર્ણાયક સાબિત થઈ હતી. કેપ્ટન તરીકે હાર્દિકની આ પ્રથમ આઈપીએલ ટ્રોફી હતી પરંતુ આ ઓલરાઉન્ડર માટે આઈપીએલ ચેમ્પિયનશિપની જીત કોઈ પહેલી વાર નથી.

ધોનીને પછાડ્યા

ધોનીને પછાડ્યા

મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓના કોર ગ્રુપના ભાગરૂપે હાર્દિક પંડ્યાએ 2015, 2017, 2019 અને 2020માં IPL જીતી હતી. મુંબઈ ઈન્ડિયન્સના અન્ય દિગ્ગજ, કિરોન પોલાર્ડ, તેમની તમામ આઈપીએલ જીતમાં ટીમનો ભાગ રહ્યા હતા. અંબાતી રાયડુ બે અલગ-અલગ ટીમો- મુંબઈ ઈન્ડિયન્સ (3) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (2) માટે 5 આઈપીએલ ટાઈટલ જીત્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની અને ભૂતપૂર્વ MI ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ 4 IPL ટાઇટલ જીત્યા છે. આ રીતે હાર્દિકે ધોનીને પાછળ છોડી દીધા છે.

આ સિઝનમાં ઈચ્છા પૂરી થઈ

આ સિઝનમાં ઈચ્છા પૂરી થઈ

હાર્દિકે સિઝનની શરૂઆત પહેલા ધોની જેવી જ સફળતા મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ઈચ્છા આ સિઝનમાં પૂરી થઈ અને આવનારી સિઝનમાં જીટી ફરી મોટી આશા સાથે આવશે. સૌથી વધુ IPL ટ્રોફીની યાદીમાં રોહિત શર્મા ટોચ પર છે જેણે 2009માં ડેક્કન ચાર્જર્સ સાથે ચેમ્પિયનશિપ જીતી હતી, ઉપરાંત 2013, 2015, 2017, 2019 અને 2020માં મુંબઈ ઈન્ડિયન્સને 5 ટાઈટલ અપાવ્યુ હતુ.

મેન ઑફ ધ મેચ જીતનારા ત્રીજા કેપ્ટન

મેન ઑફ ધ મેચ જીતનારા ત્રીજા કેપ્ટન

આ ઉપરાંત ફાઈનલ મેચમાં તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે હાર્દિકને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. રોહિત શર્મા અને અનિલ કુંબલે પછી IPL ફાઇનલમાં એવોર્ડ જીતનાર તે ત્રીજો કેપ્ટન બન્યો. રોહિતે IPL 2015માં જ્યારે અનિલ કુંબલે 2009માં એવોર્ડ જીત્યો હતો.

કેપ્ટનોની ખાસ સૂચિમાં થઈ ગયા શામેલ

કેપ્ટનોની ખાસ સૂચિમાં થઈ ગયા શામેલ

કેપ્ટન તરીકે આઈપીએલ ટાઈટલ જીતનાર ચોથા ભારતીય બનીને હાર્દિક પણ વિશેષ યાદીમાં શામેલ થઈ ગયા. હાર્દિક રોહિત શર્મા (મુંબઈ ઈન્ડિયન્સ સાથે પાંચ ટાઈટલ), એમએસ ધોની (ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે ચાર ટાઈટલ) અને ગૌતમ ગંભીર (કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે બે ટાઈટલ)ની યાદીમાં જોડાયા છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2022: Hardik Pandya surpases MS Dhoni in winning trophies, made several records too
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X