
MI vs RR: ઇશાન કિશન - તિલક વર્માની ઇનિંગ ગઇ એળે, રાજસ્થાનની આસાન જીત
આજે મુંબઇ અને રાજસ્થાન વચ્ચે મેચ રમાઇ હતી. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 193 રન બનાવ્યા હતા. આ ટાર્ગેટનો પીછો કરતા મુંબઇએ શરૂઆતમાં જ 2 વિકેટ ગુમાવ્યા બાદ ઇશાન કિશન અને તિલક વર્માએ મુંબઇની સાઇડ સંભાળી હતી. કિશન-વર્માના બે અર્ધ શતક બાદ પણ મુંબઇ આ મેચ હારી ગયુ હતુ. રાજસ્થાનની 23 રને જીત થઇ હતી.
મુંબઇ તરફથી બેટીંગ કરતા ઇશાન કિશને 43 બોલમાં 54 રન બનાવ્યા હતા. આ ઉપરાંત રોહિત શર્માએ 5 બોલમાં 10 રન, અનમોલપ્રિત સિંહે 4 બોલમાં 5 રન, તિલક વર્માએ 33 બોલમાં 61 રનની તોફાની ઇનિંગ રમી હતી.
મુંબઇની પ્લેઇંગ ઇલેવન: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટમાં), અનમોલપ્રીત સિંઘ, તિલક વર્મા, કિરોન પોલાર્ડ, ટિમ ડેવિડ, ડેનિયલ સેમ્સ, મુરુગન અશ્વિન, જસપ્રિત બુમરાહ, ટાઈમલ મિલ્સ, બેસિલ થમ્પી.
રાજસ્થાનની પ્લેઇંગ ઇલેવન: જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (વિકેટમાં અને કેપ્ટન), દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, નવદીપ સૈની, પ્રસિદ્ધ કૃષ્ણા.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો