
IPL 2022: ઉમેશ યાદવનો ચાલ્યો જાદુ, 137માં પંજાબ ઓલ આઉટ
IPL 2022 ની 8મી મેચમાં શ્રેયસ અય્યરે પંજાબ કિંગ્સ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતુ. પ્રથમ બેટીંગ કરતા પંજાબનુ પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતુ. પંજાબને કોલકાતાએ 18.2 ઓવરમાં 137 રને ઓલ આઉટ કરી દીધુ હતુ. હવે કોલકાતા નાઇટ રાઇડર્સે જીતવા માટે 138 રન બનાવવાના રહેશે.
પંજાબ તરફથી બેટીંગમાં કોઇ પણ ખેલાડી સારૂ પ્રદર્શન કરી શક્યા ન હતા. કેપ્ટન મયંક અગ્રવાલ પણ 1 રન બનાવી પોતાની વિકેટ ગુમાવી બેઠા હતા. આ પછી બી રાજાપક્ષાએ 9 બોલમાં 31 રનની ટુંકી અને તોફાની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત કગીસો રબાડાએ 16 બોલમાં 25 રન બનાવ્યા હતા.
કોલકાતાના બોલરોએ ખતરનાક બોલિંગ કરી હતી. ઉમેશ યાદવે સૌથી વધુ 4 વિકેટ, ટીમ સાઉથીએ 2 તથા શિવમ માવી - સુનિલ નરેન- એન્ડ્રુ રશેલે 1-1-1 વિકેટ ઝડપી પંજાબને 137 રને સમેટ્યુ હતુ.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો