IPL 2022: મહીશ થિક્ષણાએ ચલાવ્યો બોલીંગનો જાદુ, ચેન્નાઇની 23 રને જીત
આજે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ છે. બેંગલોરે ટોસ જીતી પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટીંગ કરતા ચેન્નાઇએ 20 ઓવરમાં 216 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બેંગલોર 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 93 રન જ બનાવી શક્યુ હતુ. આ સાથે ચેન્નાઇની 23 રને જીત થઇ હતી.
ઉલ્લેખનિય છેકે ચેન્નાઇની આ જીત સિઝનની પ્રથમ જીત છે. ચેન્નાઇ સુપર કિંગ્સ હવે પોઇન્ટ ટેબલમાં એક સ્ટેપ ઉપર આવી છે. રોયલ ચેલેંજર્સ બેંગલોરને આ હાર સાથે પોઇન્ટ ટેબલ પર ત્રીજા સ્થાને છે. બેંગલોર તરફથી દિનેશ કાર્તિકે 14 બોલમાં 34 રન બનાવ્યા હતા, આ ઉપરાંત પ્રભુદેસાઇએ 18 બોલમાં 34 રન બનાવ્યા હતા.
ચેન્નાઇ તરફથી બોલિંગ કરતા મહીશ થિક્ષણાએ 4 ઓવરમાં 33 રન આપી 4 વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાએ 4 ઓવરમાં 39 રન આપી 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત મુકેશ ચૌધરી - બ્રાવોએ 1-1 વિકેટ ઝડપી હતી.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો