IPL 2022 : રોહિત શર્માના નામે નોંધાયો સૌથી શરમજનક રેકોર્ડ
IPL 2022 : IPL ની 35મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 3 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સની આ સિઝનમાં આ સતત સાતમી હાર છે અને આ ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાઇ ગઈ છે.
મુંબઈ ઈન્ડિયન્સના કપ્તાન રોહિત શર્માનું સતત ખરાબ ફોર્મ MI માટે નુકસાનકારક સાબિત થયું છે. આ સાથે મોંઘા ખેલાડીઓ પણ કંઈ ખાસ ઉકાળી શક્યા નથી. તેમની પાસે સારી બોલિંગ લાઇન પણ નથી. કારણ કે, તેમણે મેગા ઓક્શનમાં કોઈ મજબૂત પેસર પર દાવ લગાવ્યો ન હતો, જેના કારણે આ ટીમને જયદેવ ઉનડકટ અને વસિલ થમ્પી જેવા બોલર્સ પાસેથી જ કામ લેવું પડી રહ્યું છે.

રોહિત શર્માએ વર્તમાન સિઝનમાં કર્યું ખૂબ જ ખરાબ પ્રદર્શન
MI ની ટીમમાં માત્ર જસપ્રિત બુમરાહ અને સૂર્યકુમાર યાદવ જ કંઈક અંશે સારૂ પ્રદર્શન કરી શક્યા છે, પરંતુ કિરોન પોલાર્ડની નિષ્ફળતાએ બાકીના ખેલાડીઓનીમહેનત પણ બગાડી છે.
સૌથી મોટો ઝટકો રોહિત શર્માએ આપ્યો છે, જે એટલી ખરાબ બેટિંગ કરી રહ્યો છે કે, હવે લોકો વિરાટ કોહલીની ચર્ચાઓ ઓછી કરવા લાગ્યા છે.વિરાટ કોહલી લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે, પરંતુ વર્તમાન સિઝનમાં રોહિત શર્માએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે.

રોહિત બન્યા સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થયેલો ખેલાડી
તાજેતરની મેચમાં રોહિત 0 રન બનાવીને આઉટ થયો હતો અને આ સાથે તે IPLમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનારો ખેલાડી બની ગયો છે.
જો આપણે અહીંશૂન્ય પર આઉટ થયેલા ખેલાડીઓની વાત કરીએ તો રોહિત શર્માએ પીયૂષ ચાવલા, હરભજન સિંહ જેવા ખેલાડીઓનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને હવે તે IPLમાં સૌથીવધુ એટલે કે 14 વખત શુન્ય પર આઉટ થયો છે.
IPL મેચ પહેલા છ ખેલાડીઓએ 13 વખત શૂન્ય પર આઉટ થવાનો રેકોર્ડ હાંસલ કર્યો હતો, જેમાં મનદીપ સિંહ,પાર્થિવ પટેલ, અજિંક્ય રહાણે, અંબાતી રાયડુ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે.

વર્તમાન સિઝનમાં રોહિતના પ્રદર્શન પર એક નઝર
જોકે, તેમાંથી કોઈ રોહિત શર્મા જેવું મોટું નામ નથી. માત્ર ગૌતમ ગંભીર જ એક મોટો ખેલાડી દેખાય છે, જે 12 વખત IPLમાં 0 રન પર આઉટ થયો છે. વર્તમાનસિઝનમાં ખૂબ સારું રમી રહેલો દિનેશ કાર્તિક પણ 12 વખત શૂન્ય પર આઉટ થયો છે અને અનુભવી બેટ્સમેન મનીષ પાંડે પણ 12 વખત શૂન્ય પર આઉટ થયો છે.
મુંબઈ ઈન્ડિયન્સ જ્યારે દિલ્હી કેપિટલ્સ સામે રમી હતી, ત્યારે રોહિતે 41 રન બનાવ્યા હતા, પરંતુ તે બાદ રાજસ્થાન અને કોલકાતા સામે તેણે બેંગ્લોર અને પંજાબ સામે26 અને 28 રન બનાવીને પોતાનું ફોર્મ પાછું મેળવવાનો પ્રયાસ કર્યો હતો. લખનઉ અને ચૈન્નાઈ સામે 6 અને શૂન્યનો સ્કોર કરીને પાછો ખરાબ ફોર્મમાં આવી ગયો હતો.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો