IPL 2024 : ચાલુ મેચ દરમિયાન સિક્યુરિટી તોડીને કોહલીને મળવા મેદાનમાં પહોંચ્યો ફેન્સ, જુઓ વીડિયો
આઈપીએલની શરૂઆત થઈ ચુકી છે. આરસીબીએ તેના બીજા મુકાબલામાં પંજાબ કિંગ્સને હરાવીને પહેલી જીત મેળવી લીધી. આ જીતમાં કોહલી ફરીથી હિરો બનીને સામે આવ્યો.
કોહલીની ઈનિંગ સાથે સાથે આ મેચમાં ફરીથી એક ફેન્સ મેદાન પર આવી ચડ્યો. કોહલીની ઈનિંગ દરમિયાન આ ફેન્સ મેદાન આવતા હોબાળો મચી ગયો.

ફેન્સ દ્વારા સુરક્ષાનું ઉલ્લંઘન કરવાનો અને વિરાટ કોહલીની નજીક આવવાનો આ પહેલો મામલો નથી, આ પહેલા પણ આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે. પરંતુ આ વીડિયો દ્વારા ફરી એકવાર વિરાટ કોહલીની લોકપ્રિયતા જોવા મળી છે.
વાયરલ વીડિયો તે સમયનો છે જ્યારે વિરાટ કોહલી RCB તરફથી બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યો. આ ઘટના તે મેચમાં બોલનો સામનો કરે તે પહેલા જ બની. કોહલી બેટિંગ ક્રિઝ તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે એક દર્શક તેની નજીક ગયો.
A fan breached the field and touched Virat Kohli's feet.
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 25, 2024
- King Kohli, an icon! ❤️pic.twitter.com/s82xq8sKhW
કોહલીને ગળે લગાડવા ઉભો થતા પહેલા ફેન વિરાટ કોહલીના પગે પડ્યો અને પછી વિરાટ કોહલીને ગળે લગાવ્યો. આ દરમિયાન સુરક્ષાકર્મીઓ દોડી આવ્યા અને તેને લઈ ગયા. આ દરમિયાન કોહલીની પ્રતિક્રિયા ચોક્કસપણે આશ્ચર્યજનક હતી.












Click it and Unblock the Notifications
