IPL 2024 : કોલકત્તાની જીત પર ઝૂમતી જોવા મળી સુહાના ખાન, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આઈપીએલની સિઝનમાં શાહરૂખ ખાનની ટીમ કોલકત્તાનું પ્રદર્શન રહ્યું છે. હાલ કોલકત્તાના એખ મેચ દરમિયાન શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાન મેદાન પર ઝૂમતી જોવા મળી.

IPL 2024 દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સને સપોર્ટ કરવા માટે સુહાના ખાન અને અનન્યા પાંડે ઘણીવાર સ્ટેડિયમમાં જોવા મળી છે. શનિવારે સ્ટાર કિડ્સ ફરી એકવાર ઈડન ગાર્ડન્સમાં KKRને સપોર્ટ કરતા જોવા મળ્યા.

suhana khan ipl

અહીંથી સુહાના ખાનનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે KKRની શાનદાર જીતની ઉજવણી કરતી જોવા મળી રહી છે.

એક ક્લિપમાં સુહાના અનન્યા, શનાયા અને અબરામ ખાન સાથે જોવા મળી. આ વાયરલ વીડિયો તે સમયનો છે જ્યારે તે મેચ માટે સ્ટેડિયમ તરફ જઈ રહ્યા હતા. સુહાના સફેદ કેકેઆર ટી-શર્ટ અને ડેનિમ જેકેટમાં જોવા મળી હતી. જ્યારે શનાયા તેની સાથે સફેદ ટી-શર્ટ અને ડેનિમમાં ટ્વિન કરતી જોવા મળી હતી.

અનન્યા પાંડેએ બ્લેક ટી-શર્ટ અને પેન્ટ પહેર્યું હતું. અબરામના લુકની વાત કરીએ તો તે સફેદ ટી-શર્ટ અને પેન્ટની ઉપર પર્પલ જેકેટ પહેરેલો જોવા મળ્યો હતો.

વાયરલ વીડિયોમાં શાહરૂખ ખાનની લાડલી સુહાના અને તેની બેસ્ટિ અનન્યા પાંડે KKR પ્લેઓફ માટે ક્વોલિફાય થતાં આનંદથી કૂદકો મારતી જોવા મળી રહી છે. આ દરમિયાન તે KKRની જીત અંગે ચર્ચા કરતી જોવા મળી.

તેની બાજુમાં ઉભેલી KKRની ઓનર જૂહી ચાવલા પણ ઉત્તેજના સાથે હસતી જોવા મળી હતી. ઈંસ્ટાગ્રામ પર અબરામની ઘણી તસવીરો પણ સામે આવી છે.

મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેટિંગ કરવા ઉતરેલી KKRની ટીમે 16 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 157 રન બનાવ્યા હતા અને મુંબઈ ઈન્ડિયન્સને 158 રનનો ટાર્ગેટ આપ્યો હતો. MI 16 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 139 રન જ બનાવી શકી. મુંબઈની છેલ્લી વિકેટ પડી ત્યારે સુહાના ખાન ઝૂમી ઉઠી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X