• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેકેઆરની હૈદરાબાદ પર શાનદાર જીત, નંબર 3 પર પહોંચ્યું

|

નવી દિલ્હી, 5 મે: આઇપીએલ મુકાબલામાં આજે મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ઘરેલુ મેદાન પર સનરાઇઝર્સ હૈદરાબાદને કરારી માત આપીને પોઇંટ ટેબલમાં પોતાનું ત્રીજું સ્થાન બનાવી લીધું છે. કોલકાતાએ હૈદરાબાદને 35 રનોથી હરાવીને શાનદાર જીત હાસલ કરી.

ઝડપી બોલર ઉમેશ યાદવે પહેલી જ ઓવરમાં સનરાઇઝર્સ હૈદરાબાદને બે મહત્વની વિકેટ લઇને તેમની પર દબાવ બનાવી દીધું. કોલકાતાએ પહેલા બેટિંગ કરતા 7 વિકેટ પર 167 રન બનાવ્યા હતા, પરંતુ લક્ષ્યનો સામનો કરવા મેદાનમાં ઉતરેલી હૈદરાબાદની ટીમ શરૂઆતથી જ હચમચી ગયેલી દેખાઇ.

હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ પર 132 રન જ બનાવી શકી. મોઇઝેસ હેનરિક્સે 41 રન બનાવ્યા. તેમના સિવાય બીજો કોઇ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો નહીં. આ જીત બાદ ગત ચેમ્પિયન કેકેઆર 10 મેચોમાં 11 પોઇન્ટ લઇને ત્રીજા સ્થાન પર છે જ્યારે હૈદરાબાદ 9 મેચોમાં આઠ પોઇન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Chasing 168 against defending champions Kolkata Knight Riders, Sunrisers Hyderabad finished with only 132/9 in their 20 overs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X