• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IPL 2020: હરાજીમાં આ 10 ખેલાડીઓ ઉપર લાગી સૌથી મોંઘી બોલી

|

આઈપીએલ હરાજી 2020 હાઈ પ્રોફાઈલ કાંગારુ ખેલાડીઓના નામે રહ્યુ. આઈપીએલ હરાજી બધી આઠ ફ્રેન્ચાઈઝીની ઉપસ્થિતિમાં કોલકત્તામાં સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવી. કુલ 338 ખેલાડીઓના નામ હેમર નીચે આવ્યા પરંતુ અમુક નામોએ સ્પૉટલાઈટ મેળવી જેનુ કારણ રહ્યુ તેમના પર બોલાયેલી મોટી બોલીઓ.

ટૉપ-10 મોંઘા ખેલાડી

ટૉપ-10 મોંઘા ખેલાડી

ઘણા મોટા ક્રિકેટર્સ હતા જે આઈપીએલ 2020ની હરાજીનો હિસ્સો હતા અને ફેન્સ આશા રાખી રહ્યા હતા કે ટીમના માલિક ફ્રેન્ચાઈઝીને મજબૂત કરવા અને બનાવવા માટે મોટા સ્તરે જશે. જો કે બધી આઠ ફ્રેન્ચાઈઝી ફેન્સની આશા પર ખરી ઉતરી કારણકે તેમણે પોતાના મનગમતા ખેલાડીઓને શામેલ કરવામાં પૂરી ગંભીરતા બતાવી. આવો જોઈએ આ વખતે વેચાયેલા ટૉપ-10 મોંઘા ખેલાડી કોણ સાબિત થયા -

પેટ કમિન્સ 15.50 કરોડ

પેટ કમિન્સ 15.50 કરોડ

પેટ કમિન્સને કોલકત્તા નાઈટ રાઈડર્સ પાસેથી રેકોર્ડ-બ્રેકિંગ રકમ મળી છે. આઈપીએલ 2020 હરાજીના દિવસ માટેના સ્ટાર પેટ કમિન્સ હતા. ઑસ્ટ્રેલિયાના આ ઝડપી બોલકે કોલકત્તા નાઈટ રાઈડર્સે 15.50 કરોડની રેકોર્ડ ફીસ પર ખરીદ્યા હતા. તે આઈપીએલ હરાજીના ઈતિહાસમાં યુવરાજસિંહ બાદ બીજા સૌથી મોંઘા ખેલાડી બન ગયા. અત્યાર સુધી આઈપીએલમાં કોઈ પણ વિદેશી ખેલાડીની આટલી વદુ બોલી નથી લાગી. પૈટ કમિન્સે ઈંગ્લેન્ડના બે સ્ટોક્સને પછાડ્યો છે જેની 2017માં રાઈઝિંગ પૂણે સુપરજોઈન્ટ્સે 14.5 કરોડની બોલી લગાવવામાં આવી હતી. કમિન્સની બેઝ પ્રાઈસ 2 કરોડ હતી. આઈસીસી ટેસ્ટ રેંકિંગમાં નંબરએખ બોલર ઓસ્ટ્રેલિયાના પૈટ કમિન્સને ખરીદવા માટે સૌથી પહેલા આરસીબી તેમજ દિલ્લી કેપિટલ્સ વચ્ચેજંગ જોવા મળી હતી પરંતુ અંતમાં વચ્ચે કેકેઆરે મોટી રકમ બતાવીને બાજી મારી લીધી.

ગ્લેન મેક્સવેલ 10.75 કરોડ

ગ્લેન મેક્સવેલ 10.75 કરોડ

કિંગ્ઝ ઈલેવન પંજાબે પણ ત્યારે છવાયુ જ્યારે તેમણે પોતાના પૂર્વ ખેલાડી ગ્લેન મેક્સવેલને 10.75 કરોડની મોટી ફીસ પર સાઈન કર્યા. વિસ્ફોટક ઑસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ, જેમણે હાલમાં જ માનસિક આરોગ્યના મુદ્દાના કારણે ક્રિકેટમાંથી નાનો બ્રેક લીધો હતો. ગયા મહિને ક્લબ ક્રિકેટમાં પાછા આવ્યા હતા. મેકસ્વેલે પહેલા કિંગ્શ ઈલેવ પંજાબ, મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્લી ડેરડેવિલ્સ (હવે કેપિટલ) માટે રમ્યુ હતુ. મેક્સવેલે આઈપીએલમાં 22.1ની સરેરાશથી 161.13ની ઝડપી સ્ટ્રાઈટ રેટથી 1,397 રન બનાવ્યા છે.

ક્રિસ મૉરિસ 10 કરોડ

ક્રિસ મૉરિસ 10 કરોડ

વળી, ક્રિસ મૉરિસ, પ્રોટિયાઝ ઑલરાઉન્ડર પણ મેક્સવેલથી બહુ દૂર નહોતા કારણકે આરસીબીએ તેમને 10 કરોડની કિંમતે પોતાની ટીમમાં શામેલ કર્યા હતા. KXIP પોતાનુ પર્સ ખોલવામાં ઉદારતા બતાવી અને પોતાની પહેલી પસંદના ખેલાડીઓને પસંદ કરવા માટે તેમના દ્રષ્ટિકોણમાં ઘણી આક્રમકતા જોઈ શકાતી હતી. મૉરિસે આઈપીએલમાં 61 મેચમાં બોલિંગ કરીને 69 વિકેટ લીધી છે. જેમાં તેમની ઈકૉનોમી 7.99 અને સરેરાશ 24.77ની રહી છે. મૉરિસ નીચલા ક્રમ પર એક ઉપયોગી ફિનિશર પણ સાબિત થઈ શકે છે. તેમનામાં ટકીને સારા શૉટ્સ લગાવવાની ક્ષમતા છે. આરસીબીથી હેટમાયર અને કોલિન ડિ ગ્રેન્ડહોમને રિલીઝ કર્યા બાદ ટીમને એક એવા જ ઑલરાઉન્ડરની શોધ હતી જે કોહલી અને ડિવિલયર્સ જેવા ધૂરંધરોના ખભેથી ભાર કંઈક ઓછો કરી શકે. મૉરિસે આઈપીએલમાં રમેલી 61 મેચોમાં 39 દાવો રમીને 517 રન બનાવ્યા છે અને આ દરમિયાન તેમનો સ્ટ્રાઈક રેટ 157.62 રહ્યો જ્યારે સરેરાશ 27ની જે બહુ ખરાબ આંકડો નથી.

શેલ્ડન કૉટરેલ 8.5 કરોડ

શેલ્ડન કૉટરેલ 8.5 કરોડ

વિંડીઝ ક્રિકેટ ટીમના ઝડપી બોલર શેલ્ડન કૉટરેલની આઈપીએલ સિઝન-13 માટે બોલી લગાવવામાં આવી છે. કૉટરેલને કિંગ્ઝ ઈલેવન પંજાબે 8.50 કરોડ રૂપિયામાં ખરીદી લીધા છે. આ બોલરને ખરીદવા માટે રાજસ્થાન રૉયલ્સ તેમજ દિલ્લી કેપિટલ્સે રસ દર્શાવ્યો પરંતુ અંતમાં પંજાબે તેમને મોટી રકમ ચૂકવીને પોતાની ટીમમાં શામેલ કરી લીધા છે. કૉટરેલની બેઝ પ્રાઈસ માત્ર 50 લાખ હતી પરંતુ તેને મોટી રકમ મળી. આ બોલરનુ મોંઘુ વેચાવુ નક્કી હતી. તે ભારત સામે પહેલી વનડે મેચમાં વિરાટ કોહલીને બોલ્ડ કરીને છવાયો હતો. કોહલીને આઉટ કર્યા બાદ શેલ્ડ કૉટરેલે આર્મી સેલ્યુટ કરીને ઉજવણી કરી હતી. કૉટરેલે પોતાની ઓળખ પોતાની ઉજવણી માટે જ બનાવી જે વિકેટ લીધા બાદ આર્મી સેલ્યુટ કરે છે. શેલ્ડન કૉટરેલનો ટી20નો રેકોર્ડ ખૂબ જ સારો છે. તે અત્યાર સુધી 83 ટી20 મેચ રમી ચૂક્યા છે જેમાં તેમણે 117 વિકેટ લીધી છે. કૉટરેલે વિંડીઝ માટે 22 આંતરરાટ્રીય ટી20 મેચ રમી, જેમાં 30 વિકેટ શામેલ છે. વળી, કેરેબિયન પ્રીમિયર લીગ 2019માં શેલ્ડન કૉટરેલ સૌથી વધુ વિકેટ લેનાર બોલરોની યાદીમાં આઠમાં સ્થાને હતા. તેમણે સેંટ કિટ્સ માટે રમીને 8 મેચોમાં 12 વિકેટ લીધી હતી.

નાથન કૂલ્ટર-નાઈલ 8 કરોડ

નાથન કૂલ્ટર-નાઈલ 8 કરોડ

મુંબઈએ આઈપીએલ 2020માં હરાજીમાં કંગારુ ઝડપી બોલર નાથન કૂલ્ટર નાઈલને 8 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. કુલ્ટર નાઈલને 1 કરોડની બેઝ પ્રાઈસમાંથી ઉઠાવીને 8 કરોડ રૂપિયામાં ખરીદીને ફ્રેન્ચાઈઝીએ ભવિષ્ય તરફ પોતાની ગંભીરતા દર્શાવી છે. કુલ્ટર નાઈલ એક કંગારુ ઝડપી બોલર છે અને તેમનો આઈપીએલ રેકોર્ડ પણ શાનદાર છે. નાઈલે 26 આઈપીએલ મેચોની 25 દાવમાં માત્ર 19.97ની સરેરાશ સાથે 36 વિકેટ લીધી છે અને તેની ઈકૉનોમી પણ 8થી ઓછી રહી છે. મઝાની વાત એ પણ છે કે નાઈલને મુંબઈ તરફથી પહેલા રમવાનો અનુભવ પણ છે. વાસ્તવમાં મુંબઈની ટીમ એક સંતુલિત ટીમ છે પરંતુ આ વખતે તસવીર કંઈક અલગ જ છે. કારણકે મુંબઈના બે મહત્વના ખેલાડી હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ પોતાની કમરની ઈજાઓમાંથી બહાર નીકળ્યા બાદ વાપસી કરશે જેના કારણે મુંબઈ ટીમ મેનેજમેન્ટને કમસે કમ એક એવો ખેલાડી જોઈએ જે આ બંનેની બોલિંગ રોલ વચ્ચે ક્યાંક ફિટ થઈ શકે. એવામાં નાઈલ આ રોલ માટે ફિટ થઈ શકે છે.

શિમરોન હેટમાયર 7.75 કરોડ

શિમરોન હેટમાયર 7.75 કરોડ

છેવટે શિમરોન હેટમાયરે ફરીથી આઈપીએલમાં પોતાની ધાક જમાવવામાં સફળતા મેળવી લીધી છે. હેટમાયરે ગઈ સિઝનમાં રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે રમ્યુ હતુ. આ તેની પહેલી સિઝન હતી જેમાં તેને 4.2 કરોડમાં ખરીદ્યો હતો. તે 5 મેચમાં માત્ર 90 રન બનાવી શક્યા હતા જેના કારણે આરસીબીએ તેમને રિલીઝ કરી દીધા. પંતુ ભારતમાં તેમનુ બેટ ચાલતુ જોઈ દિલ્લી કેપિટલ્સે તેમને આઈપીએલ 2020 માટે પોતાની સાથે જોડી લીધા છે. કોલકત્તામાં થયેલી હરાજી દરમિયાન દિલ્લી કેપિટલ્સે આ ખેલાડીને મોટી રકમ ચૂકવીને ખરીદ્યા. દિલ્લીએ તેમને 7.75 કરોડમાં ખરીદી લીધા છે. હેટમાયરે પોતાની બેઝ પ્રાઈસ 50 લાખ રાખી હતી. તેમને ખરીદવા માટે શરૂઆતમાં કોલકત્તા નાઈટ રાઈડર્સ તેમજ રાજસ્થાન રૉયલ્સે પણ રસ દર્શાવ્યો હતો પરંતુ અંતમાં દિલ્લી ફ્રેન્ચાઈઝી બાજી મારી ગયુ હતુ.

ટૉપ 10માં બાકી મોંઘા ખેલાડી આ પ્રકારે રહ્યા

ટૉપ 10માં બાકી મોંઘા ખેલાડી આ પ્રકારે રહ્યા

આ ઉપરાંત અન્ય નામ જે આઈપીએલ 20ની હરાજીમાં મોટા 10 મોંઘા ખેલાડીઓમાંથી હતા, તે હતા પીયુષ ચાવલા(CSK- 6.75 Cr), સેમ ક્યુરન (CSK- 5.50 Cr), ઈયોન મોર્ગન (KKR- 5.25 Cr) અને માર્ક્સ સ્ટોઈનિસ (દિલ્લી કેપિટલ - 4.80 કરોડ)

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL auction 2020 top 10 cricket players who get the top price
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more