For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL Auction 2021: કિંગ્સ ઈલેવન પંજાબ પાસે સૌથી વધુ પૈસા છે, જાણો કઈ ટીમના પર્સના હાલ

IPL Auction 2021: કિંગ્સ ઈલેવન પંજાબ પાસે સૌથી વધુ પૈસા છે, જાણો કઈ ટીમના પર્સના હાલ

|
Google Oneindia Gujarati News

IPL Auction 2021: ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝન એટલે કે IPL 2021 માટે ખેલાડીઓની હરાજી આવતી કાલે 18 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં થશે. જાણકારી મુજબ બપોરે ત્રણ વાગ્યે ઑક્શનની શરૂઆત થશે. આ વર્ષે હરાજીમાં કુલ 292 ખેલાડીઓ ભાગ લેશે. જો કે આમાંથી માત્ર 61 ખેલાડીઓની જ કિસ્મત ચમકશે, કેમ કે તમામ 8 ટીમમાં આટલાં જ સ્લૉટ ખાલી છે.

આઈપીએલની 14મી સિઝનની હરાજી માટે 1100થી વધુ ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ તમામ ફ્રેંચાઈઝિઓએ માત્ર 292 ખેલાડીઓને જ ઑક્શન માટે પસંદ કર્યા છે. આ ખેલાડીઓમાં માત્ર 10 ખેલાડી જ એવા છે, જેની બેસ પ્રાઈઝ બે કરોડ રૂપિયા છે. જેમાં બે ભારતીય ખેલાડી પણ સામેલ છે. કઈ ટીમ પાસે કેટલા રૂપિયા બચ્યા છે અહીં જાણો...

કોલકાતા નાઈટ રાઈડર્સ

કોલકાતા નાઈટ રાઈડર્સ

આઈપીએલ 2021ની હરાજી પહેલાં કોલકાતા નાઈટ રાઈડર્સે કુલ છ ખેલાડીઓને રિલીઝ કર્યા છે. હવે ઓક્શનમાં નવા ખેલાડીઓને ખરીદવા માટે તેમની પાસે 10.75 કરોડ રૂપિયા છે. કેકેઆર હરાજીમાં એક ઓપનર અને બે શ્રેષ્ઠ મેચ ફિનિશર ખરીદવા માંગશે. કોલકાતા હરાજીમાં બે દિવેશી ખેલાડીઓને પણ ખરીદી શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સ

મુંબઈ ઈન્ડિયન્સ

આઈપીએલની હાલની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2021 માટે લસિથ મલિંગા સહિત કેટલાય મોટા ખેલાડીઓને રિલીઝ કર્યા છે. ઑક્શનમાં મુંબઈ પાસે 15.35 કરોડ રૂપિયા છે. મુંબઈની ટીમ હરાજી પહેલાં જ ઘણી સંતુલિત દેખાઈ રહી છે, પરંતુ ફ્રેંચાઈઝી છતાં પણ બે પેસર, એક ઓલરાઉન્ડર અને એક મેચ ફિનિશર ખરીદવા માંગશે.

દિલ્હી કેપિટલ્સ

દિલ્હી કેપિટલ્સ

દિલ્હી કેપિટલ્સે ઑક્શન પહેલાં જેસન રૉય અને એલેક્સ કેરી સહિત કુલ 6 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. જો કે હરાજીમાં તેમની પાસે 12.90 કરોડ રૂપિયા હશે.

રાજસ્થાન રોયલ્સ

રાજસ્થાન રોયલ્સ

રાજસ્થાન રોયલ્સે આઈપીએલની આગામી સિઝન માટે પોતાના કેપ્ટન સ્ટીવ સ્મિથ સહિત આઠ ખેલાડીઓને રિલીઝ કર્યા છે. ઑક્શનમાં તેમની પાસે 34.85 કરોડ રૂપિયા છે. હરાજીમાં રાજસ્થાન કુલ 9 ખેલાડીઓને ખરીદી શકે છે, જેમાં વધુમાં વધુ ત્રણ ખેલાડીઓ હોય શકે છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ

સનરાઈઝર્સ હૈદરાબાદ

સનરાઈઝર્સ હૈદરાબાદે આગામી સિઝન માટે સૌથી વધુ 22 ખેલાડીઓને રિટેન કર્યા છે. તેમ છતાં હરાજીમાં તેમની પાસે 10.75 કરોડ રૂપિયા છે. હૈદરાબાદ હરાજીમાં એક વિદેશી સહિત કુલ ત્રણ ખેલાડીઓને ખરીદી શકે છે.

કિંગ્સ ઈલેવન પંજાબ

કિંગ્સ ઈલેવન પંજાબ

કિંગ્સ ઈલેવન પંજાબે આઈપીએલ 2021ની હરાજી પહેલાં ગ્લેન મેક્સવેલ સહિત કુલ સાત ખેલાડીઓને ટીમથી બહાર કર્યા છે. હવે તેમની પાસે ઑક્શનમાં સૌથી વધુ 53.20 કરોડ રૂપિયા છે.

રૉયલ ચેલેંજર્સ બેંગ્લોર

રૉયલ ચેલેંજર્સ બેંગ્લોર

રૉયલ ચેલેંજર્સ બેંગ્લોરે ડેલ સ્ટેન સહિત કુલ 10 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. ઑક્શન માટે આરસીબી પાસે 35.90 કરોડ રૂપિયા છે. આરસીબી કુલ 11 ખેલાડી ખરીદી શકે છે. ઑક્શનમાં આરસીબી વધુમાં વધુ 3 વિદેશી ખેલાડી પર દાવ લગાવી શકે છે.

ચેન્નઈ સુપર કિંગ્સ

ચેન્નઈ સુપર કિંગ્સ

ચેન્નઈ સુપર કિંગ્સ પાસે 22.90 કરોડ રૂપિયા છે. આઈપીએલ 2021ની હરાજી પહેલાં ચેન્નઈએ કુલ પાંચ ખેલાડીઓને રિલીઝ કર્યા છે. ઑક્શનમાં ચેન્નઈ એક વિદેશી સહિત કુલ છ ખેલાડીઓને ખરીદી શકે છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL Auction 2021: Kings XI Punjab has the most money
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X