IPL Auction 2021 Live Updates નવી દિલ્લીઃ આઈપીએલ 2021 માટે હરાજી આજે 18 ફેબ્રુઆરીએ થવા જઈ રહી છે. આ હરાજીની પ્રક્રિયા બપોરે 3 વાગ્યાથી શરૂ થઈ જશે અને અહીં તમે આની સાથે જોડાયેલ બધી અપડેટ જાણી શકો છો. આ વખતે ઑક્શન ચેન્નઈમાં આયોજિત કરવામાં આવી રહી છે. આ વખતે કુલ મળીને 292 ખેલાડીઓનો શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે જેમાં 164 ભારતીય, 125 ઓવરસીઝ ખેલાડી અને ત્રણ એસોસિએટ નેશન્સના ખેલાડી છે.
આઈપીએલ 2021 માટે કુલ ઉપલબ્ધ સ્લૉટ 61 છે. તમને જણાવી દઈએ કે આઈપીએલની હરાજી માટે દુનિયાભરમાંથી કુલ મળીને 1114 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ. આ હરાજીનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ પર 1 અને સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી સાથે સ્ટાર સ્પોર્ટ્સ 3 અને સ્ટાર સ્પોર્ટ્સ 3 એચડી પર કરવામાં આવશે. આનુ લાઈવ સ્ટ્રીમિંગ હૉટસ્ટાર પર જોઈ શકાય છે.
અટકળોની વિપરીત આ વખતની હરાજીમાં પણ મેગા ઑક્શન નથી. તેમછતાં ઘણા ચર્ચિત ખેલાડીઓ હાજર રહેશે જેમના પર નજર રહેશે. સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, ક્રિસ મૉરિસ, શાકિબ અલ હસન, આરોન ફિંચ, એલેકસ હેલ્સ, દાવિદ માલન, હરભજન સિંહ, જેસન રૉય, જે રિસર્ડસન, કાઈલ જૈમીસન એવા ખેલા઼ડી છે જે ઉત્સુકતા પેદા કરશે. જો કે અમુક મોટા નામોમાંથી મિચેલ સ્ટાર્ક, ટૉમ બેંટન અને જો રૂટ અમુક એવા છે જે ટુર્નામેન્ટથી બહાર છે.
હરાજીમાં સૌથી મોટી બેઝ પ્રાઈઝ 2 કરોડ ભારતીય રૂપિયાની છે જેમાં હરભજન સિંહ અને કેદાર જાધવ જેવા જૂના ધુરંધરોના નામ પણ શામેલ છે. આ ઉપરાંત 8 એવા ઓવરસીઝ ખેલાડી છે જે 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝ પર છે - ગ્લેન મેક્સવેલ, સ્ટીવ સ્મિથ, શાકિબ અલ હસન, મોઈન અલી, સેમ બિલિંગ્ઝ, લિયામ પ્લંકેટ, જેસન રૉય અને માર્ક વુડ. આ બધા સૂરમાઓ પર નજર રહેશે. જ્યારે 12 ખેલાડી એવા છે જેમની બેઝ પ્રાઈઝ 1.5 કરોડ રૂપિયા છે. આ યાદીમાં ઉમેશ યાદવ અને હનુમા વિહારી જેવા બે ભારતીય નામ છે. બાકી 11 ખેલાડી એવા છે જેમની બેઝ પ્રાઈઝ 1 કરોડ રૂપિયા છે.
આઈપીએલ, જે દુનિયાની સૌથી મોટી લીગ છે તેની હરાજી આજે ચેન્નઈમાં થવા જઈ રહી છે.
10:12 AM, 18 Feb
જો કે હજુ સુધી આઈપીએલ માટે શિડ્યુલ, તારીખ અને જગ્યાની ઘોષણા થઈ નથી. મંગળવારે આઈપીએલ મેનેજમેન્ટ તરફથી ફ્રેન્ચાઈઝીને મેઈલ મોકલવામાં આવ્યો હતો જેમાં દુનિયાના ટૉપ ખેલાડીઓની ઉપલબ્ધતા પર માહિતી માંગવામાં આવી હતી.
10:20 AM, 18 Feb
આઈપીએલના મેઈલથી આ પ્રકારની પણ માહિતી મળે છે કે ઈસીબીએ પોતાના ખેલાડીઓ સાથે સંબંધિત ફ્રેન્સાઈઝીને આગ્રહ કર્યો છે કે જો તે નૉકઆઉટ સ્ટેજમાં જાય અને ઈંગ્લિશ પ્લેયર્સ પ્લેઈંગ ઈલેવનનો ભાગ ન થાય તો એવા ખેલાડીઓને થોડા જલ્દી છોડવામાં આવે જેથી તે ન્યૂઝીલેન્ડ સામે સીરિઝ માટે ઉપલબ્ધ થઈ શકે.
ઈંગ્લેન્ડ તરફથી માર્ક વુડે હરાજીથી પોતાનુ નામ બહાર લઈ લીધુ છે. તે ઝડપી બોલર છે અને તેમણે અંતિમ મિનિટોમાં નામ બહાર લઈ લેતા હવે આઈપીએલ હરાજીમાં ઈંગ્લેન્ડના 16 ખેલાડી બચ્યા છે.
10:21 AM, 18 Feb
આ હરાજીમાં એક નામ છે - ખ્રીવિત્સો કેંસ જે નાગાલેન્ડના સ્પિનર છે. એ યુવા ખેલાડી આમ તો ફેન્સ માટે અજાણ્યા છે પરંતુ તેમણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઘણા પ્રભાવિત કર્યા હતા. તે માત્ર 16 વર્ષના છે.
10:33 AM, 18 Feb
પહેલી હરાજી ઑસ્ટ્રેલિયાના સીમિત ઓવરોના કેપ્ટન એરોન ફિંચથી શરૂ થશે.
10:35 AM, 18 Feb
આઈપીએલ 2021ના હરાજીકરતા હયુજ એડમીડ્ઝ છે. તે એક ઈન્ટરનેશનલ હરાજીકર્તા છે અને અત્યાર સુધીના 35 વર્ષના કરિયરમાં 2500થી વધુ હરાજીઓ પૂરી કરી ચૂક્યા છે.
2:58 PM, 18 Feb
પંજાબ કિંગ્સની કો ઓનર પ્રીતિ ઝિન્ટાનું કહેવું છે કે હરાજી પહેલાં આવો, પહેલાં પામોના આધારે થાય છે. આ માત્ર ખેલાડીઓ માટે નથી હોતી બલકે મંચ પર બેઠેલી હસ્તીઓ માટે પણ નર્વસ હોવાની પળ હોય છે.
2:59 PM, 18 Feb
હવે 18 મિનિટમાં જ શરૂ થશે આઈપીએલનો મિની ઑક્શન જેમાં 292 ખેલાડીઓ પર બોલી લાગશે.