For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL Auction 2021: બાંગ્લાદેશી ખેલાડીઓ પર વધુ પૈસા નહિ લગાવે એકેય ટીમ, જાણો કારણ

IPL Auction 2021: બાંગ્લાદેશી ખેલાડીઓ પર વધુ પૈસા નહિ લગાવે એકેય ટીમ, જાણો કારણ

|
Google Oneindia Gujarati News

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝન માટે કુલ 291 ખેલાડીઓની બોલી લાગશે. આઈપીએલ 2021 ઓક્શનમાં સામેલ થઈ રહેલા બાંગ્લાદેશી ક્રિકેટર પર પૈસા લગાવતા પહેલાં કોઈપણ ફ્રેંચાઈઝી ટીમ 10 વખત વિચારશે. જેની અસર શાકિબ અલ હસન, મુસ્તાફિજુર રહમાન જેવા ખેલાડીઓની કિંમત પર પડી શકે છે, જેમને લઈ ક્રિકેટ પંડિતોએ ભવિષ્યવાણી કરી હતી કે આમના પર ફ્રેંચાઈઝી ટીમ દિલ ખોલીને બોલી લગાવશે. જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તમામ ફ્રેંચાઈઝી ટીમને વિદેશી ક્રિકેટર્સ પર આઈપીએલમાં ઉપલબ્ધતાને લઈને અપડેટ્સ આપ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ બીસીસીઆઈએ તમામ ફ્રેંચાઈઝી ટીમોને જણાવવામાં આવ્યું કે બાંગ્લાદેશી ક્રિકેટર્સ આઈપીએલની આખી સિઝન માટે ઉપલબ્ધ નહિ રહે.

IPL 2021

ક્રિકબઝના અહેવાલ મુજબ ઑક્શનની થોડીવાર પહેલાં જ બીસીસીઆઈએ તમામ ટીમને એડવાઈઝરી જાહેર કરી છે. જે મુજબ બાંગ્લાદેશી ક્રિકેટર્સ આખી સિઝનમાં ભાગ નહિ લઈ શકે, જ્યારે દક્ષિણ આફ્રિકી ખેલાડી શરૂઆતી સિઝનમાં બહાર રહી શકે છે કેમ કે એ સમયે પાકિસ્તાન ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર લિમિટેડ ઓવર સિરીઝ માટે જઈ રહી છે.

બીસીસીઆઈએ ફ્રેંચાઈઝી ટીમોને જાહેર કરાયેલ એડવાઈઝરીમાં લખ્યું, "કોઈપણ બાંગ્લાદેશી ખેલાડી જે નેશનલ ટીમમાં સિલેક્ટ થાય છે તે 19 મેથી અથવા તે પહેલાં ફ્રેંચાઈઝી ટીમ માટે ઉપલબ્ધ નહિ રહે, જો આઈપીએલ વિંડો દરમ્યાન બાંગ્લાદેશની કોઈ સિરીઝ શેડ્યૂલ હશે તો." જેની અસર શાકિબ જેવા દિગ્ગજ ઓલરાઉન્ડરની કિંમત પર પડી શકે છે, કોઈપણ ફ્રેંચાઈઝી ટીમ બાંગ્લાદેશી ખેલાડીઓ પર વધુ પૈસા લગાવવાથી બચશે.

IPL Auction 2021 પહેલાં જ Arjun Tendulkarનું સિલેક્શન થઈ ગયું? આ ટીમની જર્સીમાં જોવા મળ્યોIPL Auction 2021 પહેલાં જ Arjun Tendulkarનું સિલેક્શન થઈ ગયું? આ ટીમની જર્સીમાં જોવા મળ્યો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL Auction 2021: No team will spend more money on Bangladeshi players, here is why
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X