20 લાખની બેસ પ્રાઈસ વાળા શાહરુખ ખાનને પ્રીતિ ઝિન્ટાએ 5.25 કરોડમાં ખરીદ્યો
IPL Auction 2021: આઈપીએલની આ હરાજીમાં તમિલનાડુના ઓલરાઉન્ડર શાહરુખ ખાનને ખરીદવા માટે આઈપીએલની ફ્રેંચાઈઝીઓ વચ્ચે હરીફાઈ લાગી હતી. શાહરુખ ખાનની બેસ પ્રાઈસ માત્ર 20 લાખ રૂપિયા હતી, પરંતુ તેમને પંજાબે 5.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો. શરૂઆતમાં જ્યારે તેમના માટે બોલી લગાવવામાં આવી રહી હતી ત્યારે માત્ર દિલ્હી કેપિટલ્સ અને આરસીબીની ટીમે જ રસ દાખવ્યો હતો. પરંતુ શાહરૂખ ખાનની કિંમત એક કરોડ રૂપિયાની પાર કરી ગઈ ત્યારે પંજાબ કિંગ્સ પણ હરાજીમાં કૂદી. જે બાદ આખરે પ્રીતિ ઝિન્ટાએ શાહરુખ ખાનને 5.25 કરોડ રૂપિયામા ખરીદ્યો.
જણાવી દઈએ કે 25 વર્ષના શાહરૂખ ખાન તમિલનાડુ તરફથી રમે છે. તેઓ એક શ્રેષ્ઠ ઓલરાઉન્ડર છે અને મુશ્તાક અલી ટ્રોફીમાં તેમણે જબરદસ્ત પ્રદર્શન કર્યુ્ં હતું. પરંતુ છતાં તેમને પાછલી સિઝનમાં એકેય સીઝને નહોતી ખરીદી. પરંતુ આ વખતે હરાજીમાં તેમને રેકોર્ડ 5.25 કરોડ રૂપિયામાં પંજાબ કિંગ્સ ટીમે ખરીદ્યો છે. મુશ્તાક અલી ટ્રોફીમાં ચાર મેચમાં 220ની સ્ટ્રાઈક રેટથી શાહરુખ ખાને રન બનાવ્યા હતા અને તેઓ ફિનિશર તરીકે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. શાહરુખ ખાન પોતાની પહેલી આઈપીએલ મેચ રમશે.
IPL Auction 2021: કોલકાતા નાઇટ રાઇડર્સે શાકીબ અલ હસનને ખરીદ્યો, હરાજીમાં પંજાબને છોડ્યુ પાછળ
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો