• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IPL Auction 2021: શું હોય છે કોર-ગ્રુપ, જાણો હરાજીના નિયમો

|
Google Oneindia Gujarati News

ક્રિકેટ ચાહકોને જેનો લાંબા સમયથી ઈંતેજાર હતો તે દિવસ આખરે આવી જ ગયો છે. આજે બપોર પછી 3 વાગ્યે ચેન્નઈમાં આઈપીએલ 2021ની હરાજી શરૂ થશે. કેટલાય દિગ્ગજોની સાથોસાથ યુવા સંભાવનાશીલ ખેલાડીઓ માટે પણ આ દિવસ વિશેષ છે. આ હરાજી સાથે જ આઈપીએલની 14મી સીઝનના દરવાજા ખુલી જશે અને થોડા સમય બાદ ટી20 લીગની તિલસ્મી દુનિયામાં 8 ટીમ પોતાનો જાદૂ વિખેરવાની હોડ લગાવશે.

જણાવી દઈએ કે આ મેગા હરાજી નથી પરંતુ તેનું પોતાનું એક મહત્વ છે. આગલા વર્ષે આપણને એક મેગા હરાજી જોવા મળી શકે છે. આજની હરાજીમાં પણ કેટલાય ખેલાડીઓની કિસ્મત પર દાવ લાગ્યો છે.

એક ટીમ મહત્તમ 25 ખેલાડીઓ લઈ શકે

એક ટીમ મહત્તમ 25 ખેલાડીઓ લઈ શકે

ચેન્નઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, મુંબઈ ઈન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 292 ખેલાડીઓ વચ્ચે પોતાનું સંયોજન ફીટ કરવાની કવાયદ હાથ ધરશે. જેમાં 164 ભારતીય, 125 ઓવરસીઝ ખેલાડી અને ત્રણ એસોસિએટ્સ નેશન્સના ખેલાડી છે.

આઈપીએલ 2021 માટે કુલ ઉપલબ્ધ સ્લૉટ 61 છે જેમાં ઓવરસીઝ ખેલાડીઓ માટે 22 સ્લૉટ બુક છે. એક ટીમ મહત્તમ 25 ખેલાડીઓને લઈ શકે છે.

કોર-ગ્રુપ અને હરાજી માટે નિયમ

કોર-ગ્રુપ અને હરાજી માટે નિયમ

આઈપીએલ હરાજીનો બીજો નિયમ કહે છે કે કોઈપણ ટીમ પોતાના ઉપલબ્ધ પર્સથી વધુની ખરીદી ના કરી શકે. સાથે જ તેમને ઉપલબ્ધ પર્સથી 75 ટકા ખર્ચ કરવાના હોય છે. એક ટીમ પાસે મહત્તમ 8 ઓવરસીઝ ખેલાડી હોય શકે છે અને 17 ભારતીય ખેલાડી. આ ટીમ જ્યારે પ્લેઈંગ ઈલેવન બનાવે છે તો 7 ભારતીય ખેલાડી હોય છે અને 4 ઓવરસીઝ.

આઈપીએલમાં ટીમ પોતાની સેટ કોર ગ્રુપને લઈને ચાલે છે. આ ગ્રુપ કેપ્ટન, કોચ ઉપરાંત ટીમના સ્થાયી ખેલાડીઓથી બને છે. આ કોર ગ્રુપ ના માત્ર ટીમની ઓળખાણ હોય ચે બલકે એક સમૂહ તરીકે કેટલાય મહત્વના ફેસલા લે છે. કોર ગ્રુપ મેમ્બર કોઈપણ પ્રતિભાશાળી ખેલાડી હોય શકે છે જે ટીમ માટે સતત પ્રદર્શન કરી રહ્યો હોય અને તે કોઈ યુવા પણ હોય શકે છે. જેમ કે અત્યારે શુભમન ગિલ કેકેઆરના કોર ગ્રુપમાં સામેલ થઈ ગયો છે. ડેવિડ વોર્નર, દિનેશ કાર્તિક, કેએલ રાહુલ ક્રમશઃ સનરાઈઝર્સ હૈદરાબાદ, કેકેઆર, પંજાબ કિંગ્સના કોર ગ્રુપનો ભાગ છે.

મુંબઈ ઈન્ડિયન્સમાં રોહિત શર્મા, પાંડ્યા બંધુ, કિરોન પોલાર્ડ અને જસપ્રીત બુમરાહ આ ગ્રુપ બનાવે છે.

ત્રણ મોટી બેસ પ્રાઈઝ

ત્રણ મોટી બેસ પ્રાઈઝ

આઈપીએલ હરાજીની સૌથી મોટી બેસ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા છે. સૌથી નાની બેસ પ્રાઈઝ 20 લાખ રૂપિયા હોય છે.

2 કરોડ રૂપિયાઃ હરભજન સિંહ, કેદાર જાદવ, ગ્લેન મેક્સવેલ, સ્ટીવ સ્મિથ, શાકિબ અલ હસન, મોઈન અલી, સૈમ બિલિંગ્સ, લિયા પ્લંકેટ, જેસન રૉય અને માર્ક વુડ.

1.5 કરોડ રૂપિયાઃ એલેક્સ હેલ્સ, એલેક્સ કૈરી, ડેવિડ માલન, મોર્ને મોર્કલ, ગ્રેગરી લુઈસ, ડેવિડ વિલી, ટૉમ કુરેન, શૉન માર્શ, આદિલ રાશિદ, મુજીબ ઉર રહમાન, જે રિચર્ડસન અને નાથન કૂલ્ટર નાઈલ.

IPL Auction 2021 Live Updates: 292 ખેલાડી, 61 સ્લૉટ, આજે ચેન્નઈમાં થશે હરાજીIPL Auction 2021 Live Updates: 292 ખેલાડી, 61 સ્લૉટ, આજે ચેન્નઈમાં થશે હરાજી

1 કરોડ રૂપિયાઃ હનુમા વિહારી, ઉમેશ યાદવ, એરોન ફિંચ, એવિન લુઈસ, શેલ્ડન કૉટરેલ, મુસ્તાફિજુર રહમાન, મોઈસેસ હેનરિક્સ, મારનસ લાબુસ્ચગને, જેસન બેહરેનડોર્ફ, બિલી સ્ટાનલેક, મૈથ્યૂ વેડ.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL Auction 2021: What are core-groups, know the rules of auction
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X