For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPLમાં નવી 2 ટીમની જાહેરાત, અમદાવાદ અને લખનઉને મળી નવી ટીમ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ 2 નવી આઈપીએલ ટીમોને સામેલ કરવાની જાહેરાત કરી છે જે આઈપીએલ 2022 થી ઈન્ડિયન પ્રીમિયર લીગનો ભાગ હશે. નોંધનીય છે કે, વર્તમાન 8-ટીમમાં 2 નવી ફ્રેન્ચાઈઝી ઉમેરવામાં આવી છે. આ બન્ને ટીમો

|
Google Oneindia Gujarati News

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ 2 નવી આઈપીએલ ટીમોને સામેલ કરવાની જાહેરાત કરી છે જે આઈપીએલ 2022 થી ઈન્ડિયન પ્રીમિયર લીગનો ભાગ હશે. નોંધનીય છે કે, વર્તમાન 8-ટીમમાં 2 નવી ફ્રેન્ચાઈઝી ઉમેરવામાં આવી છે. આ બન્ને ટીમો લખનઉ અને અમદાવાદ છે, જે હરાજીમાં અત્યાર સુધી સૌથી આગળ હતા.

IPL

ઉલ્લેખનિય છેકે IPL 2021 ની બે નવી ટીમોની માલિકીની રેસમાં CVC Capital Partners (અમદાવાદ) તથા RPSG Group (લખનઉ) બાજી મારી ગયું છે. આ સિવાય, ઘણા બિઝનેસ જૂથોએ આઈપીએલ ટીમોની માલિકી માટે ટેન્ડર પણ ભર્યા છે. અહેવાલો અનુસાર, બોલિવૂડ સ્ટાર્સ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે પણ IPL ટીમ ખરીદવામાં રસ દાખવ્યો છે. અત્યાર સુધી આઈપીએલ ટીમો ખરીદવામાં રસ દાખવનારા બિઝનેસ ગ્રુપમાં સંજીવ ગોયન્કા ગ્રુપ, પ્રખ્યાત ફાર્મા કંપની ટોરેન્ટ, ઓરોબિંદો ફાર્મા, બ્રોડકાસ્ટ અને સ્પોર્ટ્સ કન્સલ્ટિંગ એજન્સીઓ આઈટીડબલ્યુ, ગ્રુપ એમ, સિંગાપોર આધારિત પ્રાઈવેટ ઈક્વિટી કંપનીઓના કોન્સોર્ટિયમ, ગ્લેઝર ફેમિલી, જિંડાલ સ્ટીલ, રોની સ્ક્રુવાલા, કોટક ગ્રુપ અને અદાણી સહિત ઘણા મોટા બિઝનેસ ગ્રુપ શામેલ હતા.

હાલમાં, ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK), દિલ્હી કેપિટલ્સ (DC), કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR), મુંબઈ ઈન્ડિયન્સ (MI), પંજાબ કિંગ્સ (PBKS), રાજસ્થાન રોયલ્સ (RR), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB), અને સનરાઈઝર્સ હૈદરાબાદ(SRH)નો સમાવેશ થાય છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL: BCCI Announced 2 New Teams ahmedabad And Lucknow For IPL 2021
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X