For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરબાઝ ખાનનું કબૂલનામુ, ગયા વર્ષે આઈપીએલમાં 2.75 કરોડ હાર્યો

બોલિવુડના દબંગ ખાન સલમાન ખાનના પરિવાર પર ફરીથી એક વાર મુસીબત આવી છે. આ વખતે મુશ્કેલીમાં સલમાનના ભાઈ અરબાઝ ખાન છે. અરબાઝ પર આઈપીએલ મેચોમાં સટ્ટાબાજીનો આરોપ લગાવવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

બોલિવુડના દબંગ ખાન સલમાન ખાનના પરિવાર પર ફરીથી એક વાર મુસીબત આવી છે. આ વખતે મુશ્કેલીમાં સલમાનના ભાઈ અરબાઝ ખાન છે. અરબાઝ પર આઈપીએલ મેચોમાં સટ્ટાબાજીનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઠાણે પોલિસે અરબાઝને સટ્ટાબાજી મામલે સમન મોકલ્યા હતા. ઠાણે પોલિસના એન્ટી એક્સોર્ટસન સેલે શંકાના આધારે અરબાઝને સમન મોકલ્યા હતા. ત્યારબાદ અભિનેતા અને નિર્માતા અરબાઝ ખાન પોતાના ભાઈ સલમાન ખાનના બૉડીગાર્ડ શેરા સાથે પૂછપરછ માટે ઠાણે ક્રાઈમ બ્રાંચ પહોંચ્યા હતા.

સોનુ જાલાનને ઓળખવાની વાત કબુલી

સોનુ જાલાનને ઓળખવાની વાત કબુલી

સલમાનના ભાઈ અરબાઝ આઈપીએલ સટ્ટાબાજી મામલે ઠાણે ક્રાઈમ બ્રાંચ પહોંચ્યા હતા. સૂત્રો અનુસાર તેમણે પૂછપરછમાં સોનુ જાલાનને ઓળખવાની વાત કબુલી છે અને કહ્યુ કે તે 5 વર્ષથી સોનુ જાલાનને ઓળખે છે. સૂત્રો અનુસાર અરબાઝે આઈપીએલ મેચો દરમિયાન સટ્ટાબાજીની વાત કબુલી છે. સૂત્રો મુજબ અરબાઝે ગયા વર્ષે આઈપીએલમાં પૈસા લગાવવાની વાત સ્વીકારી છે અને કહ્યુ કે આ દરમિયાન તે 2.75 કરોડ હારી ગયા હતા.

અમારે આમાં કંઈ કરવાનું નથી

અમારે આમાં કંઈ કરવાનું નથી

જ્યારે આઈપીએલ કમિશ્નર રાજીવ શુક્લાએ કહ્યુ કે પોલિસ પાસે મામલો છે, અમારે આમાં કંઈ કરવાનું નથી. આઈસીસી અને બીસીસીઆઈનું એન્ટી કરપ્શન યુનિટ છે. પોલિસ તેનો સંપર્ક કરી શકે છે. ઠાણે પોલિસ કમિશ્નર પરમવીર સિંહે જણાવ્યુ કે, "ડીસીપી આ મામલે બ્રીફ કરશે. હાલમાં પૂછપરછ ચાલુ છે."

સોનુ જાલાન સાથે અરબાઝની ઘણી તસવીરો વાયરલ

સોનુ જાલાન સાથે અરબાઝની ઘણી તસવીરો વાયરલ

પોલિસની જાળમાં આવેલા સોનુ જાલાને પૂછપરછમાં અરબાઝનું નામ બતાવ્યુ હતુ. તેણે જણાવ્યુ હતુ કે બોલિવુડની ઘણી સેલિબ્રિટી બેટિંગમાં અલગ અલગ નામોથી પૈસા લગાવે છે. સોશિયલ મીડિયા પર સટ્ટાબાજ સોનુ જાલાન સાથે અરબાઝની ઘણી તસવીરો વાયરલ થઈ રહી છે. પોલિસ હવે એ વાતની તપાસ કરી રહી છે કે અરબાઝની સાથે બીજા ઘણા સ્ટાર્સે સોનુ દ્વારા આઈપીએલ મેચોની બેટિંગ કરી.
તમને જણાવી દઈએ કે બુકી સોનુ જાલાનના તાર અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહીમ સાથે જોડાયેલા છે. સોનુ જાલાન મેચોની સટ્ટાબાજીનું એક સૉફ્ટવેર ચલાવે છે. તે આ જ સૉફ્ટવેરની મદદથી મેચોની સટ્ટાબાજી કરે છે. પોલિસની જાળમાં આવેલા સોનુએ જણાવ્યુ કે તેણે આઈપીએલ મેચોમાં સટ્ટાબાજી માટે શ્રીલંકાના એક ખેલાડીનો સંપર્ક કર્યો હતો અને તેને 10 કરોડ રૂપિયા આપ્યા હતા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL betting case Actor Arbaz Khan appears before Thane Anti-Extortion Cell
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X