For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL10 : આઇપીએલના ઇતિહાસમાં આ છે 10 સૌથી મોંઘા ક્રિકેટર

આઇપીએલમાં આ 10 ક્રિકેટરની છે ભારે બોલ-બાલા, કોણ છે આઇપીએલના 10 સૌથી મોંઘા ક્રિકેટર જાણો અહીં......

|
Google Oneindia Gujarati News

ઇન્ડિયન પ્રિમીયર લીગ એટલે કે આઇપીએલના ખેલાડીઓની હરાજી જ્યારે જ્યારે થઇ છે ત્યારે ત્યારે તેની લઇને સમાચારોની હેડલાઇન બની છે. શરૂઆતમાં જ્યારે તમામ ફ્રેંચાઇઝીની વચ્ચે ખેલાડીઓની હરાજીની શરૂઆત થઇ ત્યારે તેવું લાગતું હતું કે ક્રિકેટમાં એક આંતરિક યુદ્ધ જાણે શરૂ થઇ ગયું. કેટલીક ટીમે તેમના મનપસંદ ખેલાડીને ખરીદવા માટે આંખ મીચીને પૈસા ખર્ચ્યા. તો કેટલાક ખેલાડીઓ તેવા પણ હતા જે આઇપીએલમાં અલગ અલગ સમયે મોંઘા સાબિત થયા. જો કે આ તમામમાં ટી-20 કિંગ કહેવાતા યુવરાજ સિંહ હંમેશા આગળ રહ્યા અને તે તમામ ટીમના માલિકાનો હંમેશા ફેવરેટ રહ્યા છે. ત્યારે કોણ છે આઇપીએલના મોંઘા ક્રિકેટર વાંચો અહીં...

Read also : IPL 10: ધોની છે આઇપીએલના 10 શ્રેષ્ઠ કેપ્ટનના લિસ્ટમાં નંબર-1Read also : IPL 10: ધોની છે આઇપીએલના 10 શ્રેષ્ઠ કેપ્ટનના લિસ્ટમાં નંબર-1

યુવરાજ સિંહ

યુવરાજ સિંહ

યુવરાજ સિંહને આઇપીએલના ઇતિહાસના સૌથી મોંધા ખેલાડી છે. તેમને 2015માં જ્યારે દિલ્હી ડેરડેવિલ્સે ખરીદ્યા હતા ત્યારે તેમની હરાજી 16 કરોડ રૂપિયાના થઇ હતી. તે પહેલા 2014ની સીઝનમાં પણ રોયલ ચેલેન્જર બેંગ્લોરે તેમને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. વળી અત્યાર સુધીની મેચોમાં યુવરાજ સૌથી ફાસ્ટ અર્ધશતક ફટકારતા ખેલાડી છે.

ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર

કોલકત્તા નાઇટ રાઇડર્સે લગભગ 16 કરોડ રૂપિયામાં તેમને ખરીદ્યા હતા. 2011માં તે કેકેઆરના કેપ્ટન બન્યા અને ત્યારથી ટીમનો ગ્રાફ ઊંચાઇને આંબતો જોવા મળ્યો છે.

બેન સ્ટોક્સ

બેન સ્ટોક્સ

ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સને પુણે સુપરજાયન્ટસે 14.5 કરોડમાં ખરીદ્યો હતો. સાથે તે આઇપીએલ રમતા સૌથી મોંઘા વિદેશી ખેલાડી માનવામાં આવે છે.

યુસુફ પઠાણ

યુસુફ પઠાણ

યુસુફ પઠાણ પહેલા રાજસ્થાન રોયલ્સ માટે રમતા હતા તે પછી કોલકત્તા નાઇટ રાઇડર્સે તેમને વર્ષ 2011માં 2.1 મિલિયન ડોલરમાં ખરીદ્યા. આ ટીમમાં ગૌતમ ગંભીર પછી તે બીજા મોંઘા ખેલાડી છે. અને સાથે જ તેવા પહેલા ગુજરાતી ખેલાડી છે જેમને આટલી મોટી કિંમતે આઇપીએલમાં ખરીદવામાં આવ્યા હોય.

રોબિન ઉથપ્પા

રોબિન ઉથપ્પા

કર્ણાટકના આ ઓપનરને 2011માં પુણે વોરિયર્સ ઇન્ડિયને 2.1 મિલિયન ડોલરમાં ખરીદ્યો હતો. તે પછી તે હાલ કેકેઆર માટે રમી રહ્યા છે.

દિનેશ કાર્તિક

દિનેશ કાર્તિક

વિકેટકિપર દિનેશ કાર્તિક આઇપીએલના ફેવરેટ ખેલાડીઓમાંથી એક છે. દિલ્હી ડેયરડેવિલ્સે 2.08 મિલિયન ડોલરમાં તેમને ખરીદ્યા હતા. પછી 2015માં આરસીબીએ તેમને 1.75 મિલિયન ડોલરમાં ખરીદ્યા.

રોહિત શર્મા

રોહિત શર્મા

મુંબઇના દમદાર ખેલાડી રોહિત શર્મા પણ આઇપીએલના સ્ટાર પર્ફોમર છે. તેમને 2011માં મુંબઇ ઇન્ડિયને 2 મિલિયન ડોલરમાં ખરીદ્યા હતા. અને તે પછી તે ટીમ માટે એટલા લકી સાબિત થયા કે તેમના નેતૃત્વમાં ટીમે બે ટ્રોફી પણ જીતી.

રવિન્દ્ર જાડેજા

રવિન્દ્ર જાડેજા

ગુજરાતી ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ચેન્નઇ સુપર કિંગ્સને 2012માં 2 મિલિયન ડોલરમાં ખરીદ્યા. યુસુફ પછી જાડેજાનો નંબર સૌથી મોંઘા ગુજરાતી ખેલાડીમાં બીજા નંબરે આવે છે.

ઇરફાન પઠાણ

ઇરફાન પઠાણ

ઇરફાન પઠાણને 2011માં દિલ્હી ડેરડેવિલ્સે 1.9 મિલિયન ડોલરમાં ખરીદ્યો હતો. ટી 20માં તેમણે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. આમ જોવા જઇએ તો બન્ને પઠાણ ભાઇઓ છે આઇપીએલના મોંઘા ક્રિકેટરોના આ લિસ્ટમાં.

સૌરભ તિવારી

સૌરભ તિવારી

ઝારખંડના ખેલાડી સૌરભ તિવારીને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 1.6 મિલિયન ડોલરમાં ખરીદ્યા હતા. તો આ હતા આઇપીએલની 10 સીઝનના સૌથી મોંઘા ક્રિકેટર. હવે આઇપીએલના અન્ય સમાચાર વાંચવા જુઓ નીચેની સ્લાઇડ...

વધુ વાંચો :

વધુ વાંચો :

ચેન્નાઇ સુપર કિંગ્સના આઇપીએલમાં 10 વર્ષ પૂરા થતાં ટ્વીટર પર લોકોએ આ પ્રસંગ ધામધૂમથી ઉજવ્યો હતો.

Read also : IPL: CSKના 10 વર્ષ પૂર્ણ થતાં ટ્વીટર પર થયું સેલિબ્રેશન Read also : IPL: CSKના 10 વર્ષ પૂર્ણ થતાં ટ્વીટર પર થયું સેલિબ્રેશન

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL10 top 10 costliest players in IPL history Yuvraj Singh remains most expensive.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X