રાજકોટ ટેસ્ટ બીજો દિવસ: ઇંગ્લેંડનો પહેલા દાવમાં વિશાળ સ્કોર, ભારત 474 રન પાછળ

Subscribe to Oneindia News

રાજકોટમાં ભારત અને ઇંગ્લેંડ વચ્ચે રમાઇ રહેલ પહેલી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ ખતમ થઇ ગયો. ઇંગ્લેંડે પહેલા દિવસે 4 વિકેટ પર 311 રનના સ્કોરથી આગળ રમવાનું શરુ કર્યુ અને 537 રનના સ્કોર પર ઓલ આઉટ થઇ ગયુ.

rajkot test

શાનદાર પાર્ટનરશીપ

ભારતના પોતાના પહેલા દાવમાં મુરલી વિજય અને ગૌતમ ગંભીરે શાનદાર પાર્ટનરશીપથી વિકેટ ગુમાવ્યા વિના 63 રન બનાવી લીધા છે. જો કે ભારત હજુ પણ 474 રન પાછળ છે.

rajkot test 1

ઇંગ્લેંડની સેંચુરી

બીજા દિવસની શરુઆતમાં મોઇન અલીએ 99 રનના વ્યક્તિગત સ્કોરથી આગળ રમવાનું શરુ કર્યુ. ત્યારબાદ બેન સ્ટોક્સે પણ સેંચુરી કરી. જોએ રુટ અને મોઇન અલી બાદ તે ત્રીજો ખેલાડી છે જેણે આ મેચમાં સેંચુરી કરી હોય.

rajkot test 2

રવીન્દ્ર જાડેજાની સર્વાધિક 3 વિકેટ

ઇંગ્લેંડના દાવમાં 159.3 ઓવરની સમાપ્તિ પર 10 વિકેટના નુકશાન પર 537 રનનો સ્કોર છે. મોઇન અલી 213 બોલમાં 117 રન બનાવીને મોહમ્મદ શમીના બોલ પર આઉટ થઇ ગયો. તેણે પોતાના દાવમાં 13 ચોગ્ગા માર્યા. જોની બેરસ્ટો પણ 46 રન બનાવીને મોહમ્મદ શમીના બોલ પર આઉટ થઇ ગયો. ક્રિસ વોક્સ 4 રન બનાવીને રવીન્દ્ર જાડેજાનો શિકાર બની ગયો. બેન સ્ટોક્સ 128 રન બનાવીને આઉટ થઇ ગયો. જફર અંસારી 32 રન બનાવીને આઉટ થયો. ભારત તરફથી રવીન્દ્ર જાડેજાએ સર્વાધિક 3 વિકેટ લીધી.

rajkot test 3

ઇંગ્લેંડની વિકેટો

લંચ સેશન બાદ મહેમાન ટીમની 7 મી વિકેટ પડી અને થોડી વારમાં જ આદિલ રાશિદના રુપમાં 8 મી વિકેટ પણ પડી ગઇ. ટીબ્રેક પહેલા 9મી વિકેટ પણ પડી ગઇ. ભારત તરફથી આર અશ્વિને 2, મોહમ્મ્દ શમીએ 2 રવીન્દ્ર જાડેજાએ 2 અને ઉમેશ યાદવે 1 વિકેટ લીધી.

English summary
It's Day 2 of the opening Test between India and England.here is latest updates:
Please Wait while comments are loading...