For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICC રેન્કિંગમાં ટોપ 5માં પહોંચ્યા જસપ્રીત બુમરાહ

શ્રીલંકા સીરિઝમાં શાનદાર પ્રદર્શનને કારણે આઇસીસી રેંન્કિંગમાં જસપ્રીત બુમરાહને ફાયદો. 27મા સ્થાનેથી પહોંચ્યા ટોપ 5માં. આ અંગે વધુ વાંચો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી જસપ્રીત બુમરાહ એવા બોલર છે, જેમનાથી ભલ-ભલા બેટ્સમેન ડરે છે. શ્રીલંકાની ધરતી પર ભારતે મેળવેલ શાનદાર જીતમાં જસપ્રીત બુમરાહનો ઘણો મહત્વપૂર્ણ ફાળો છે. શ્રીલંકા સામેની વન ડે સીરિઝમાં તેમણે પોતાના કરિયરનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. 5 મેચની સીરિઝમાં તેમણે 15 વિકેટ પોતાને નામ કરી છે. આ કારણે આઇસીસીની રેન્કિંગમાં જસપ્રીત બુમરાહને ખાસો ફાયદો થયો છે. બોલર્સની શ્રેણીમાં ટોપ 5માં જસપ્રીત બુમરાહને સ્થાન મળ્યું છે.

4થા સ્થાને જસપ્રીત બુમરાહ

4થા સ્થાને જસપ્રીત બુમરાહ

શ્રીલંકા-ભારતની વન ડે સીરિઝ સમાપ્ત થયા બાદ આઇસીસી નેહાલિયા દ્વારા બોલિંગ રેકિંગ જાહેર કરવામાં આવી છે. આ સૂચિમાં ઑસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડ હજુ પણ પ્રથમ સ્થાને છે અને 27મા નંબર પર અટકેલા જસપ્રીત બુમરાહ સીધા 4થા સ્થાને આવી ગયા છે.

આઇસીસી રેન્કિંગ

આઇસીસી રેન્કિંગ

  • આ સૂચિમાં જસપ્રીત બુરાહ સિવાય 14મા સ્થાને ભુવનેશ્વર કુમાર, 61મા સ્થાને હાર્દિક પંડ્યા, 89મા સ્થાને કુલદીપ યાદવ અને 99મા સ્થાને યુવેન્દ્ર ચહલ છે.
    • રવિચંદ્રન અશ્વિન 23મા સ્થાને, અમિત મિશ્રા 25મા સ્થાને, મોહમ્મદ શમી 32મા સ્થાને, રવિન્દ્ર જાડેજા 37મા સ્થાને અને ઉમેશ યાદવ 42મા સ્થાને છે.
    • શ્રીલંકાના એન્જેલો મેથ્યૂઝ 52મા અને અકીલા ધનંજય 80 નંબર પર છે. આ સૂચિમાં અકીલ ધનંજયને પણ ફાયદો થયો છે અને તેઓ પોતાના જૂના સ્થાનથી 21 નંબર આગળ આવ્યા છે.
    5 મેચની વન ડે સીરિઝમાં સૌથી વધુ વિકેટ

    5 મેચની વન ડે સીરિઝમાં સૌથી વધુ વિકેટ

    • જસપ્રીત બુમરાહે 5 મેચોની વન ડે સીરિઝમાં 15 વિકેટ પોતાના નામે કરી નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ પહેલાં બે દેશો વચ્ચે રમાયેલ 5 મેચની વન ડે સીરિઝમાં કોઇ ફાસ્ટ બોલર દ્વારા સૌથી વધુ વિકેટ લેવાનો આંકડો 14 હતો, જે જસપ્રીતે પાર કર્યો છે.
      • વર્ષ 2002-03માં ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર આંદ્રે એડમ્સે ભારત સામેની સીરિઝમાં 14 વિકેટ લીધી હતી. ત્યાર બાદ વર્ષ 2009-10માં પાકિસ્તાન સામેની વન ડે સીરિઝમાં ઑસ્ટ્રેલિયન બોલર ક્લિંટ મેકૉયે પણ 14 વિકેટ પોતાને નામ કરી હતી.
      • હવે 2017માં જસપ્રીતે 15 વિકેટ લઇ આ બંને દિગ્ગજોને પાછળ છોડ્યા છે.
      મેન ઓફ ધ સીરિઝ

      મેન ઓફ ધ સીરિઝ

      સૌથી ખાસ વાત એ છે કે, જસપ્રીતે શ્રીલંકા સામેની અંતિમ વન ડે મેચમાં આ ઉપલબ્ધિ મેળવી છે. આ પહેલાં તેમના નામે સીરિઝમાં 13 વિકેટ લેવાનો રેકોર્ડ હતો. પરંતુ 5મી મેચમાં 2 વિકેટ લેતાં જસપ્રીતે પોતાનો રેકોર્ડ તોડવાની સાથે જ નવો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે. આ કારણે જ તેમને મેન ઓફ ધ સીરિઝ જાહેર કરવામાં આવ્યા છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
india pace bowler Jasprit Bumrah’s successful campaign in Sri Lanka has helped him ascend in the ODI rankings for bowlers and the right-hander has now climbed to 4th spot in the list.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X