• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જો રૂટ આસાનીથી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ રેકોર્ડ

|

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ફેબ્રુઆરીમાં ટેસ્ટ સિરીઝ શરૂ થવા જઈ રહી છે. આ ટેસ્ટમાં જો રૂટ આસાનીથી સચિન તેંડુલકરનો ફીફ્ટીનો રેકોર્ડ તોડી શકે છે. એવું એટલા માટે કેમ કે તેમના 30 વર્ષની ઉંમરમાં જ 49 ટેસ્ટ ફીફ્ટી થઈ ચૂકી છે. હાલ ક્રિકેટ રમી રહેલા ખેલાડીઓમાં આ સૌથી વધુ ફીફ્ટી છે. સચિન તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટમાં 68 ફીફ્ટી લગાવી હતી.

રૂટે હાલમાં જ શ્રીલંકામાં પહેલી ટેસ્ટમાં બેવડી શદી અને બીજી ટેસ્ટમાં વધુ ચર્ચિત 186 રનનો મેચ જીતનાર ઈનિંગ રમી હતી.

ફીફ્ટીમાં સચિનથી આગળ રૂટ

રૂટ સચિનથી ત્યારે શ્રેષ્ઠ બની જાય છે જ્યારે આંકડા માત્ર ફીફ્ટી પર ટકેલા હોય છે કેમ કે સચિને 68 ફિફ્ટી લગાવવા માટે 329 ઈનિંગ રમી જ્યારે રૂટે 181 ઈનિંગ જ રમી છે. સચિન હરેક 4.84 ઈનિંગમાં ફીફ્ટી બનાવતા હતા, જ્યારે રૂટ 3.69 ઈનિંગમાં આ કામ કરી જાય છે.

રૂટે હજી સુધી 99 ટેસ્ટ મેચ રમી છે. આટલી મેચ સુધી સચિને 33 ફીફ્ટી લગાવી હતી. રૂટની ઉંમર આ સમયે 30 વર્ષ અને 27 દિવસની છે. આ ઉંમર સુધી સચિને 35 ફીફ્ટી લગાવી હતી.

શ્રીલંકા વિરુદ્ધ પોતાના અવિશ્વસનીય રન બનાવવાની સાથે રૂટે ભારતીય ટીમને ચેતવણી આપી છે કે તે ભારતમાં ભીષણ ટેસ્ટ શ્રૃંખલા માટે સારી રીતે તૈયાર છે અને ભારતીય બોલર પર ભારી પડશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Joe Root can break sachin tendulkar's record
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X