શ્રીસંતના ઘરમાં લાગી આગ, કાચનો દરવાજો તોડી પત્ની બાળકોને બહાર કાઢ્યા
ભારતીય ક્રિકેટર અને બિગ બૉસમાં ભાગ લઈ ચૂકેલ એસ શ્રીસંતના ઘરમાં આગ લાગી ગઈ છે. આ ઘટનાં કોઈ પણ પ્રકારના નુકશાનના સમાચાર નથી. વધુ વિલંબ કર્યા વિના આગ પર કાબુ મેળવી લેવાયો છે. આ આગ તેમના કોચ્ચિ સ્થિત ઘરમાં લાગી. એક રૂમમાં થોડુ નુકશાન થયુ છ. જે સમયે આ દૂર્ઘટના બની ત્યારે ઘરમાં શ્રીસંતની પત્ની અને બાળક હતા.
ઉતાવળમાં કાચનો દરવાજો તોડીને તેમને બહાર કાઢવામાં આવ્યા. જો કે બંનેને આમાં કોઈ ઈજા પહોંચી નથી. દૂર્ઘટનાનના કારણ વિશે હાલમાં માલુમ પડી શક્યુ નથી. હાલમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના લોકપાલ ડી કે જૈને આદેશ આપ્યો હતો કે કથિત સ્પૉટ ફિક્સિંગ મામલે પ્રતિબંધનો સામનો કરી રહેલ શ્રીસંતનો પ્રતિબંધ આવતા વર્ષે ઓગસ્ટમાં ખતમ થઈ જશે. શ્રીસંત છેલ્લા છ વર્ષથી પ્રતિબંધનો સામનો કરી રહ્યા છે. ઓગસ્ટ 2013માં બીસીસીઆઈએ શ્રીસંત પર પ્રતિબંધ લગાવ્યો હતો.
આ પણ વાંચોઃ સોનમ કપૂરને થઈ આ ગંભીર બિમારી, સોશિયલ મીડિયા પર જાતે કર્યો ખુલાસો
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો