For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

KKR Vs MI: કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ક્વિન્ટન ડિકોકનો રેકોર્ડ જાણો

KKR Vs MI: કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ક્વિન્ટન ડિકોકનો રેકોર્ડ જાણો

|
Google Oneindia Gujarati News

લાંબા વિરામ બાદ આઈપીએલ 2020ની શરૂઆત થઈ ચૂકી છે. પહેલી મેચ હાર્યા બાદ આજે મુંબઈ ઈન્ડિયન્સ ફરીથી મેદાનમાં ઉતરશે જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ મુંબઈના સ્ટાર બેટ્સમેનને વહેલી તકે આઉટ કરી પેવેલિયન ભેગા કરવાની અપેક્ષાએ ટૂર્નામેન્ટની પહેલી મેચ રમવા ઉતરશે. મુંબઈ તરફથી રોહિત શર્મા અને ક્વિન્ટન ડિકોક ઓપનિંગ કરશે. ત્યારે અહીં જાણો કોલકાતા સામે ક્વિન્ટોન ડિકોકનું પરફોર્મન્સ કેવું રહ્યું.

quentin dekok

જણાવી દઈએ કે ક્વિન્ટન ડિકોક પહેલાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતો હતો. મુંબઈ ઈન્ડિયન્સ સાથે ડિકોકની આ બીજી જ સીઝન છે અને માત્ર 2 મેચમાં જ કોલકાતા સામે ડિકોક રમ્યો છે. જો કે આ બંને મેચમાં ડિકોક નિષ્ફળ સાબિત થયો હતો. મુંબઈ તરફથી કોલકાતા સામે ડિકોકની પહેલી જ ઈનિંગમાં શૂન્ય રન પર આઉટ થઈ ગયો હતો. નરીન રસેલે 4 બોલમાં 0 રન આપી ક્વિન્ટોન ડિકોકને પેવેલિયન ભેગો કરી દીધો હતો. જ્યારે બીજી મેચમાં ક્વિન્ટન ડિકોકે 130.43 રનની સ્ટ્રાઈક રેટથી 23 બોલમાં 30 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં ક્વિન્ટન ડિકોકે 1 ચોગ્ગો અને 3 છગ્ગા ફટકાર્યા હતા. પ્રસિદ્ધ ક્રિશ્નાએ ડિકોકની વિકેટ ખેરવી હતી.

ક્વિન્ટોન ડિકોકનું આઈપીએલ કરિયર

ક્વિન્ટોન ડિકોકે અત્યાર સુધીમાં આઈપીએલની કુલ 51 મેચ રમ્યો છે, જેમાં 1489 રન બનાવ્યા છે. એટલે કે ક્વિન્ટોન ડિકોક એવરેજ 30.38 રન બનાવે છે. ડિકોકનો આઈપીએલનો હાઈએસ્ટ સ્કોર 108 રન છે. 51 મેચમાં કુલ 1 વાર સદી મારી અને 10 વાર ફીફ્ટી બનાવી. આઈપીએલમાં લગાવેલી બાઉન્ડ્રી પર નજર ફેરવીએ તો ક્વિન્ટોન ડિકોકે અત્યાર સુધીમાં આઈપીએલની 51 મેચમાં કુલ 160 ચોગ્ગા અને 54 છગ્ગા ફટકાર્યા. કુલ 31 કેચ પકડ્યા અને 8 સ્ટમ્પ આઉટ કર્યા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
KKR VS MI: Record of quinton dekok agains kolkata knight riders
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X