• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

KKR vs PBKS: આજે થશે બિગ હિટર્સની ટક્કર- કોલકાતા જીતશે કે પંજાબ?

|
Google Oneindia Gujarati News

ચેન્નઇ સુપરકિંગ્સ સામે શાનદાર જીત સાથે સિઝનની શરૂઆત કરનાર કોલકાતા નાઈટ રાઇડર્સની આજે અસલી પરીક્ષા થશે. પહેલા મુકાબલામાં 132નો લક્ષ્યનો પીછો કરવામાં જ્યાં કેકેઆરના બેટ્સમેનોનો પરસેવો છૂટી ગયો હતો ત્યાં જ બુધવારે આરસીબી સામેના મુકાબલામાં બેટ્સમેન પૂરી 20 ઓવર પણ ઉભા નહોતા રહી શક્યા.

આજે તેમનો મુકાબલો એવી પંજાબ કિંગ્સ સામે છે જેમના બોલર્સે સીઝનના પોતાના પહેલા મુકાબલામાં 200થી વધુ રન આપી દીધા. પરંતુ બેટ્સમેનોએ આસાનીથી લક્ષ્ય હાંસલ કરી લીધો. એવામાં કેકેઆરના બેટ્સમેનો સાથે જ બોલર્સની પણ આજના મુકાબલામાં અસલી પરીક્ષા લેવાશે. બંને ટીમમાં કેટલાય બિગ હિટર્સ છે અને આ બધાના હાથ ખુલી ગયા તો ફરી એકવાર હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે.

બંને ઐય્યરે દમ દેખાડવો પડશે

કોલકાતાના ઓપનર અજિંક્ય રહાણે અને આક્રમક વેંકટેશ ઐય્યર અત્યાર સુધી રમાયેલા મુકાબલામાં આકર્ષક ઈનિંગ નથી રમી શક્યા. કેપ્ટન શ્રેયસ ઐય્યરના પણ આવા જ હાલ છે. જો કે તેઓ સારા ફોર્મમાં છે અને ટીમ માટે મહત્વના ખેલાડી પણ છે. બંને ઐય્યરે હવે દમ દેખાડવો પડશે. તેમને અન્ય સાથીઓ જેવા કે નિતીશ રાણાના સહયોગની પણ જરૂરત પડશે.

આ બંને ઉપરાંત મધ્યમ ક્રમની જવાબદારી સેમ બિલિંગ્સ, શેલ્ડન જેક્શન અને બિગ હિટર આંદ્રે રસેલના ખભા પર હશે. રસેલ જો કે બુધવારે આરસીબી સામે મેચમાં અનફિટ જોવા મળ્યા હતા પરંતુ તેઓ આ મેચમાં રમશે. ફાસ્ટ બોલર ઉમેશ યાદવ બંને મેચમાં નવી બોલથી શાનદાર શરૂઆત કરી રરહ્યા છે. ન્યૂઝીલેન્ડના અનુભવી બોલર ટિમ સાઉદીએ પણ મહત્વની ભૂમિકા નિભાવવી પડશે. કેકેઆરની ટીમ માટે ચિંતાનો વિષય સ્પિનર વરુણ ચક્રવર્તીનું ફોર્મ હશે જેમણે જલદી જ ફોર્મમાં આવવું પડશે.

રબાડાની એન્ટ્રીથી મજબૂતી મળશે

પંજાબ તરફથી સાઉથ આફ્રિકી ફાસ્ટ બોલર કગિસો રબાડાએ ત્રણ દિવસીય ક્વોરેન્ટાઇન પૂરું કરી લીધા બાદ આજના મેચમાં રમશે તેવી ઉમ્મીદ છે. જેનાથી પંજાબના આક્રમણને મજબૂતી મળશે. પંજાબની ટીમ પાછલા મુકાબલામાં ત્રણ વિદેશી ખેલાડીઓ સાથે જ ઉતરી હતી. રબાડા ઉપરાંત અર્શદીપ સિંહ અને ઓડિયન સ્મિથ પર ફાસ્ટ બોલિંગ વિભાગની જવાબદારી હશે. જો કે પાછલા મુકાબલામાં તેઓ ઘણા મોંઘા સાબિત થયા હતા.

સ્પિન વિભાગમાં રાહુલ ચહર અને હરપ્રીત બરારની આઠ ઓવર મેચમાં મહત્વનો ભાવ ભજવી શકે છે. રાહુલ પાછલા મુકાબલામાં અસરકારક સાબિત થયા હતા. બીજી તરફ પંજાબ બેટિંગમાં તેનાા શીર્ષ ત્રણ બેટ્સમેન- મયંક અગ્રવાલ, શિખર ધવન અને શ્રીલંકાના ભાનુકા રાજપક્ષે પર નિર્ભર હશે. રાજપક્ષેએ આરસીબી સામે વિજયી ઈનિંગ રમી હતી. હેડ કોચ અનિલ કુંબલે મધ્યક્રમ પાસેથી વધુ યોગદાનની ઉમ્મીદ કરશે જેમાં ઓડિયન સ્મિથ અને શાહરુખ ખાને આરસીબી વિરુદ્ધ પોતાની ટીમ માટે રન બનાવી પોતાનું મહત્વ સાબિત કર્યું હતું.

હેડ ટૂ હેડ રેકોર્ડ

PK vs KKR Head to Head Recordની વાત કરીએ તો પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે કુલ 29 મેચમાં ટક્કર થઈ છે, જેમાંથી 19 મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સની જીત થઈ છે જ્યારે 10 મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ છે. આમ હેડ ટૂ હેડ રેકોર્ડ્સમાં કોલકાતા નાઇટ રાઇડર્સનું પલડું ભારે છે પરંતુ આ વખતેના કોલકાતના ખેલાડીઓનું ફોર્મ જોતાં પંજાબ કિંગ્સ વધુ મજબૂત જણાઈ રહી છે.

સંભાવિત પ્લેઇંગ ઈલેવન (Probable Playing Xi)

કોલકાતા નાઇટ રાઇડર્સઃ અજિંક્ય રહાણે, વેંકટેશ ઐય્યર, શ્રેયસ ઐય્યર, નિતીશ રાણા, સેમ બિલિંગ્સ, આંદ્રે રસેલ, શેલ્ડન જેક્શન, સુનીલ નરેન, ટિમ સાઉદી, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી

પંજાબ કિંગ્સઃ મયંક અગ્રવાલ, શિખર ધવન, ભાનુકા રાજપક્ષા, લિયમ લિવિંગસ્ટોન, રાજ બાવા, શાહરુખ ખાન, ઓડિયન સ્મિથ, હરપ્રીત બરાર, અર્શદીપ સિંહ, કાગિસો રબાડા, રાહુલ ચહર

પિચ રિપોર્ટ (Pitch Report)

આ સિઝનમાં વાનખેડે સ્ટેડિયમમાં કુલ 2 મેચ રમાઇ છે. બંને મેચમાં પહેલાં બેટિંગ કરનાર ટીમ મોટો સ્કોર નથી બનાવી શકે અને ટાર્ગેટનો પીછો કરનાર ટીમ બંને વખત જીતી છે. ફરી વખત બીજી ઈનિંગમાં ડ્યૂની અસર જોવા મળશે. એવામાં ટૉસ જીતનાર ટીમનો કેપ્ટન ફરીથી પહેલાં બોલિંગ કરવા માંગશે.

Dream xi Team Prediction

વિકેટ કીપરઃ ભાનુકા રાજપક્ષા

બેટ્સમેનઃ શિખર ધવન (C), મયંક અગ્રવાલ, નિતીશ રાણા, શ્રેયસ ઐય્યર

ઑલરાઉન્ડરઃ એન્ડ્રૂ રસેલ, સનિલ નરેન, ઓડેઈન સ્મિથ

બૉલર્સઃ કગિસો રબાડા, ટીમ સાઉદી, અક્ષદિપ સિંહ (VC)

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
KKR vs PBKS: Pitch Report, Team News, Probable Playing Xi, Dream 11 team prediction
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X