કોહલી અને એબી ડિવિલિયર્સને IPLમાંથી પ્રતિબંધિત કરી દેવા જોઈએઃ કેએલ રાહુલ
નવી દિલ્હીઃ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી અને મધ્યમક્રમના બેટ્સમેન એબી ડિવિલિયર્સ ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. બોલર્સ માટે ખરાબ સપનું બનેલા આ બંને બેટ્સમેને આઈપીએલની બધી જ સીઝનમાં અઢળક રન બનાવ્યા. આ વખતે આરસીબીએ પોતાના ખેલથી સૌકોઈને પ્રભાવિત કર્યા છે, આજે કિંગ્સ ઈલેવન પંજાબ સાથે મેદાન-એ-જંગ ખેલાશે.

રાહુલે કોહલી અને ડિવિલિયર્સને બેન કરવાની વાત કહી
મેચ પહેલા બંને ટીમના કેપ્ટને સોશિયલ મીડિયા પર દિલચસ્પ વાત કરી. કોહલીએ રાહુલ રાહુલને એક બદલાવ વિશે પૂછ્યું જે તેઓ ટી20 ક્રિકેટમાં જોવા માંગે છે. પોતાના જવાબમાં કર્ણાટકના બેટ્સમેને કહ્યું કે તેઓ ઈચ્છશે કે કોહલી અને એબીડીને આગલા સત્રથી આઈપીએલથી પ્રતિબંધિત કરી દેવામાં આવે.
"શરૂ કરવા માટે મને લાગે છે કે હું આગલા વર્ષ માટે હું આઈપીએલમાં તમને અને એબીડીને પ્રતિબંધિત કરવાનું કહીશ. એકવાર જ્યારે તમે કંઈક નિશ્ચિત રન હાંસલ કરી લો તો મને લાગે છે કે લોકોએ કહેવું જોઈએ કે ચાલો આ કાફી છે. એકવાર જ્યારે તમે 5000 રન પ્રાપ્ત કરી લો તો એ પર્યાપ્ત છે. હવે તમે લોકો બીજાઓને કામ કરવા દો." રાહુલે મજાકમાં આરસીબીના પૂર્વ કેપ્ટનને આમ કહ્યું...

કોહલીએ આ જવાબ આપ્યો
જેના પર કોહલીએ જવાબ આપ્યો- "પહેલાં તમારા બોલર્સને પૂછો." જણાવી દઈએ કે કિંગ્સ ઈલેવન પંજાબે આ સીઝનમાં સૌથી વધુ રન લૂંટાવ્યા છે.
એક બદલાવના રૂપમાં પોતાના વિચાર પ્રકટ કરતા કોહલીએ કહ્યું કે, "કેપ્ટન તરીકે હું ઈચ્છીશ કે વાઈડ અથવા નો બૉલ પર રિવ્યૂ લેવાનો અધિકાર મળવો જોઈએ, ખાસ કરીને એવા બોલ માટે જે કમરથી ઉંચી હોય શકે છે. આપણે ઐતિહાસિક રૂપે જોયું કે આઈપીએલ અને ટી20 ક્રિકેટમાં આ નાની ચીજો કેટલી મોટી હોય શકે છે."

આરસીબી સાથે કિંગ્સ ઈલેવન પંજાબનો મુકાબલો
પાછલા બે સત્રમાં પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહ્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સંયુક્ત અરબ અમીરાતમાં બહુ સારું પ્રદર્શન કર્યું છે, જ્યાં ટીમને 7 મેચમાં 5મી જીત મળી. ટૂર્નામેન્ટથી આગળ, કોહલીએ કહ્યું કે તે લાંબા સમય બાદ ટીમના સંતુલનથી સંતુષ્ટ હતા અને તેમના સાથીઓએ તેમને નિરાશ નથી કર્યા.
DC vs RR: દિલ્હની ઘાતક બોલિંગે અપાવી શાનદાર જીત, ધવન-શ્રેયસની અર્ધસદી
બીજી તરફ પંજાબે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન આપ્યું છે, જ્યાં ટીમે 7માંથી માત્ર 1 મેચ જ જીતી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ગુરુવારે કિંગ્સ ઈલેવન પંજાબ સામે ટકરાશે. આ મેચ 15 ઓક્ટોબરે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો