For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 6 સીક્સ અને ત્યારબાદ બૉલ ક્યારેય ન મળ્યો

|
Google Oneindia Gujarati News

ક્રિકેટની દુનિયામાં એવા ઘણાં ધુરંધરો છે જેમના બેટે ફટકારેલા રનને લોકો હજી સુધી નથી ભૂલી શક્યા. ત્યાં જ સૌથી મોટા શોટ્સ રમવા વાળા ખેલાડીઓની વાત કરવામાં આવે ત્યારે આ લીસ્ટ નાનુ થઇ જાય છે.

ભારતીય ક્રિકેટમાં યુવરાજ સિંહને પોતાના અદભૂત ખેલ પ્રદર્શન માટે હંમેશા યાદ કરવામાં આવે છે. એક ઓવરની છ બોલ અને છ બોલમાં છ સીક્સની ઉપલબ્ધી તો યુવરાજે હાંસલ કરી જ છે, પણ સૌથી લાંબો શોટ રમવાનો રેકોર્ડ પણ યુવરાજ સિંહના નામે જ છે.

આજે અમે તમને યુવરાજ સિંહ સિવાય અન્ય છ ખેલાડીઓની વાત પણ કરવા જઇ રહ્યાં છીએ કે જેમણે ગગનચુંબી સિક્સ લગાવીને દુનિયાને રમતના મેદાન પર પોતાની તાકાતનો પરચો કરાવ્યો હતો.

યુવરાજની સિક્સે બોલને ટિકીટ બારી પાસે પહોંચાડ્યો હતો

યુવરાજની સિક્સે બોલને ટિકીટ બારી પાસે પહોંચાડ્યો હતો

વર્ષ 2007માં ટી-20 મેચમાં યુવરાજ સિંહે લગાવેલી સીક્સ બાદ બોલ સ્ટેડિયમમાંથી નહીં પણ સ્ટેડિયમની બહાર ડર્બન હાઇવે પરથી મળ્યો હતો.

વર્ષ 2009માં ટી-20માં ગેલનો કહેર

વર્ષ 2009માં ટી-20માં ગેલનો કહેર

વર્ષ 2009માં ટી-20 વિશ્વકપની મેચ દરમ્યાન ક્રીસ ગેલે બોલને સ્ટેડિયમની બહાર ઑર્કબીશપ ટેનિસ સ્કુલમાં પહોંચાડી દીધો હતો.

2003માં સચિનના બેટે બોલને મેદાનમાંથી કર્યો હતો ગાયબ

2003માં સચિનના બેટે બોલને મેદાનમાંથી કર્યો હતો ગાયબ

વર્ષ 2003ના વિશ્વકપ દરમ્યાન એંડ્ર્યુ કેડિકના બોલ પર સચિને લગાવેલી સીક્સ આજ સુધીનો બેસ્ટ ટેક્નીકલી શોટ માનવામાં આવે છે. સચિનના આ શોટ બાદ બોલ મેદાનની બહારથી મળ્યો હતો.

That's the way માહી વે, અને બોલ મેદાન બહાર

That's the way માહી વે, અને બોલ મેદાન બહાર

બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર ધોનીએ લગાવેલો હેલીકોપ્ટર શોટ સૌથી લાંબી સીક્સ ગણાય છે. ધોનીએ આ શોટ બાદ બોલને મેદાનની બહાર પહોંચાડ્યો હતો.

બૂમ બૂમ અફ્રીદીના બોલે ઉડાવ્યા હતા ફુરચા

બૂમ બૂમ અફ્રીદીના બોલે ઉડાવ્યા હતા ફુરચા

વર્ષ 1997માં પાકિસ્તાની ખેલાડી શાહિદ અફ્રીદીએ કેનેડામાં ભારત વિરૂદ્ધ રમાયેલી મેચમાં સીક્સ મારી હતી, આ બોલે મેદાનની બહાર લગાવવામાં આવેલી ટ્રાફીક લાઇટને તોડી નાંખી હતી.

ડેવિટ મિલરે બોલને પહોંચાડ્યો હતો મેદાન બહાર

ડેવિટ મિલરે બોલને પહોંચાડ્યો હતો મેદાન બહાર

ટી-20ની એક મેચ દરમ્યાન વેસ્ટઇન્ડીંઝના ડવેન બ્રાવોના બોલ પર ડેવિડ મિલરે સીક્સ મારી હતી. આ શોટને પણ ઘણો મોટો શોટ માનવામાં આવે છે, બોલ મેદાનની બહારથી મળ્યો હતો.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Know the world's biggest top 6 sixes in International Cricket. Theses sixes can never be forgotten by any cricket lover of the world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X