• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

KXIP vs DC: દિલ્હીએ ટૉસ જીતી પહેલા બેટિંગ કરવાનો ફેસલો લીધો, બંને ટીમમાં આ બદલાવ થયા

|

આઈપીએલની 38મી મેચમાં આજે દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે મુકાબલો થવા જઈ રહ્યો છે. પંજાબ માટે કરો યા મરોની મેચ હોય આજનો મુકાબલો અતિ રોમાંચક હશે. દિલ્હી કેપિટલ્સ ટૉસ જીતી પહેલાં બેટિંગ કરવાનો ફેસલો લીધો છે.

શ્રેયસ ઐય્યરે ટૉસ બાદ કહ્યું કે, અમે પહેલાં બેટિંગ કરશું, પાવર પ્લેમાં જેમ બને તેમ વધુ રન બનાવી અમે પંજાબ સામે જબરો સ્કોર ખડવા માંગીએ શીએ. પંજાબ સામે અમારી છેલ્લી ગેમમાં અમે સારી રીત રમ્યા હતા, અને તેઓ પણ બે સુપર ઓવરનો સામનો કરીને અહીં સુધી પહોંચ્યા છે.

જ્યારે કેપ્ટન રાહુલે કહ્યું કે અમે પહેલા બોલિંગ જ લેવા માંગતા હતા કેમ કે છેલ્લી બે ગેમથી અમે ચેઝ કરી રહ્યા છીએ. નવ ગેમમાં કિંગ્સ ઈલેવનના ખેલાડીઓએ દેખાડેલું પ્રદર્શન વંદનીય છે. અમારા માટે બે પોઈન્ટ મહત્વના હતા.

જણાવી દઈએ કે પંજાબ અને દિલ્હી બંનેએ પોતાની ટીમમાં બદલાવ કર્યા છે. પંજાબે પોતાની ટીમમાં માત્ર એક જ બદલાવ કર્યો છે, ક્રિસ જોર્ડનની જગ્યાએ જેમ્સ નિશમને મોકો આપવામા આવ્યો છે. જ્યારે દિલ્હીએ ત્રણ બદલાવ કર્યા છે. ઈજામાંથી બહાર નિકળેલા પંત, હેટમાર અને ડેનિયલ સેમ્સને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
KXIP vs DC: Delhi Capitals won the toss and opt to bat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X