AUS vs IND: ગાબા ટેસ્ટને લઈ પેને દર્શકોને કરી ખાસ અપીલ, કહ્યું- તોછડાઈ ગેટ પર છોડીને આવજો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલ બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સીરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ આજે શુક્રવારે ગાબાના મેદાન પર શરૂ થવા જઈ રહી છે. સીરીઝના નિર્ણાયક મેચને લઈ જ્યાં ઓસ્ટ્રેલિયાઈ ટીમનું પલડું ભારી જોવા મળી રહ્યું છે ત્યાં જ ઈજાગ્રસ્ત ખેલાડીઓની સમસ્યાથી પીડાઈ રહેલ ભારતીય ટીમ પણ પોતાની પૂરી તાકાત લગાવવા માંગે છે અને મેચને જીતી બીજીવાર સીરીઝ જીતવાનો રેકોર્ડ બનાવવા માંગે છે. મેદાન પર કંઈક એવી ઘટના બની હતી જેને ટીમ બીજીવાર સહન કરવા નહિ માંગે.
આને લઈ ઓસ્ટ્રેલિયાઈ ટીમના કેપ્ટન ટિમ પેને સ્ટેડિયમમાં આવતા દર્શકોને ખાસ અપીલ કરી છે અને અમેદાન પર બારતીય ટીમના ખેલાડીઓ સાથે તોછડાઈ ના કરી તેમનું સન્માન બનાવી રાખવાની વાત કહી છે. ઉલ્લેખનીય છે કે સિડનીમાં રમાયેલ ત્રીજી ટેસ્ટ મેચ દરમ્યાન કેટલાક ઓસ્ટ્રેલિયાઈ ફેન્સ તરફથી ભારતીય ખેલાડીઓ પર જાતીય ટિપ્પણી કરવાનો મામલો સામે આવ્યો હતો.
જેને લઈ ભારતીય ટીમ મેનેજમેન્ટ અને બીસીસીઆઈએ સત્તાવાર રૂપે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સામે પોતાની ફરિયાદ નોંધાવી હતી, જેના પર ક્રિકેટ ઓશ્ટ્રેલિયાએ માફી માંગતા આવી ઘટનાઓને રોકવામાં તત્પરતા દેખાડવાની વાત કહી હતી.
જ્યારે ચોથી ટેસ્ટ પહેલાં ઓસ્ટ્રેલિયાઈ ટીમના કેપ્ટન ટિમ પેને દર્શકોને અપીલ કરતા કહ્યું કે, મારું માનવું છે કે મેચ જોવા આવેલા લોકોએ કોઈ સાથે તોછડાઈ કરવી તદ્દન ખોટું છે. મારી અપીલ છે કે રેસિજ્મના દ્રષ્ટિકોણને છોડી દો અને ગાબામાં સાથે આવી માત્ર ક્રિકેટનો આનંદ લો. ભારત અને ઓસ્ટ્રેલિયા બંને માટે સમર્થન કરો, જો ઠીક લાગે તો અંપાયરોનું પણ સમર્થન કરો. મારો ઉકેલ છે કે જે કોઈપણ દર્શક મેચ જોવા આવ્યા છે તેઓ મેદાનના ગેટ પર જ પોતાના અંદરની નફરત અને તોછડાઈ છોડીને આવે. રમતની સાથોસાથ ખેલાડીઓને પણ સન્માન આપો અને તેમના માટે સારો માહોલ તૈયાર કરવાની જરૂરત છે.
AUS vs IND: બ્રિસ્બેન ટેસ્ટ પહેલા ભારતીય ટીમને ઝટકો, સિરિઝની બહાર થયા વિહારી
જણાવી દઈએ કે સિડની ટેસ્ટ મેચ દરમ્યાન કેટલાક ઓસ્ટ્રેલિયાઈ દર્શકોએ મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ પર જાતીય ટિપ્પણી કરી હતી, જેના પર ફરિયાદ કર્યા બાદ સુરક્ષા કર્મીઓએ 6 લોકોને મેદાન રપથી બહાર કરી દીધા હતા અને પોલીસે તેમને કસ્ટડીમાં પણ લઈ લીધા હતા.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો