For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇપીએલ 2023ના સૌથી મોંઘા 10 ખેલાડીઓ

આઇપીએલ હરાજી અત્યંત રોમાંચક હતી, જેમાં કેટલાય અનુભવી અને વિદેશી ખેલાડીઓ અનસોલ્ડ રહ્યા તો કેટલાય યુવાનો પર સૌથી વધુ રૂપિયા વરસાવવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

આઇપીએલ હરાજી આજે કેરળના કોચી ખાતે યોજાઇ હતી, જેમાં 400થી વધુ ખેલાડીઓ માટે બોલી લાગી હતી જેમાં 10 ફ્રેન્ચાઇઝે મળીને અત્યાર સુધીમાં કુલ 80 ખેલાડીઓને ખરીદ્યા છે જેમાં 29 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થયેલ છે. આ 80 ખેલાડીઓને ખરીદવા માટે 10 ફ્રેન્ચાઈઝીએ 1 અબજ 67 કરોડ રૂપિયા ખર્ચ કર્યા.

top players

સેમ કુર્રન

આઇપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી સેમ કુર્રન બની ગયો છે જેને પંજાબ કિંગ્સ દ્વારા 18 કરોડ 50 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. સેમ કુર્રન ગત સિઝનમાં ચેન્નઇ સુપર કિંગ્સ તરફથી રમ્યો હતો. આઇપીએલ 2022માં 5.5 કરોડમાં ખરીદાયેલ સેમ કુર્રનની પ્લેયર વેલ્યૂમાં જબરદસ્ત ઉછાળો આવ્યો અને ઈતિહાસ રચી દીધો.

કેમરોન ગ્રીન અને બેન સ્ટોક્સ

સેમ કુર્રન બાદ કેમરોન ગ્રીન બીજા નંબરનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો, આ ઓલરાઉન્ડરને મુંબઈ ઈન્ડિયન્સે 17 કરોડ 50 લાખ રૂપિયામાં ખરીદ્યો. આ ઉપરાંત બેન સ્ટોક્સને ચેન્નઈ સુપર કિંગ્સે 16 કરોડ 25 લાખ રૂપિયામાં ખરીદ્યો. જણાવી દઇએ કે બેન સ્ટોક્સ આઇપીએલ 2022 રમ્યો નહોતો. છેલ્લે તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ તરફથી આઇપીએલ રમ્યો હતો. હવે બેન સ્ટોક્સની ચેન્નઇમાં એન્ટ્રી થતાં ચેન્નઇને ભવિષ્યના કેપ્ટનનો દાવેદાર મળી ગયો છે.

નિકોલસ પૂરન

નિકોલસ પૂરન પર પણ આ વખતે પૈસાનો ખુબ વરસાદ થયો છે. આ વિન્ડિઝ ખેલાડીને આઇપીએલ હરાજી 2023માં લખનઉ સુપર ઝાયન્ટ્સ દ્વારા ખરીદવામાં આવ્યો છે. નિકોલસ પૂરનને 16 કરોડ રૂપિયામાં લખનઉ સુપર ઝાયન્ટ્સે ખરીદ્યો. નિકોલસને ખરીદવા માટે સૌથી પહેલાં ચેન્નઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બિડ વૉર જામી હતી, બાદમાં દિલ્હી અને લખનઉ બિડ વૉરમાં કૂદી પડ્યાં હતાં અને આખરે નિકોલસ પૂરનને પોતાની ટીમમાં સામેલ કરવામાં લખનઉ ટીમ સફળ થઈ.

હૈરી બ્રુક

આ સિઝનમાં સૌથી વધુ ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડ વેચાયા છે, હૈરી બ્રુકને આઇપીએલ હરાજીએ પાંચમા નંબરનો સૌથી મોંઘો ખેલાડી બનાવી દીધો છે. હેરી બ્રુકની દોઢ કરોડ રૂપિયાની બેસ પ્રાઇઝ હતી. રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે આ ખેલાડીને ખરીદવા માટે જંગ જામી હતી અને આખરે સનરાઇઝર્સ હૈદરાબાદ હૈરી બ્રુકને પોતાની ટીમમાં જોડવામાં સફળ થઈ. હૈરી બ્રુકને 13 કરોડ 25 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો.

શિવમ દુબે

ગત સિઝન આઇપીએલ 2022માં કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમનાર ખેલાડી શિવમ દુબેને આઇપીએલ હરાજી 2023માં ગુજરાત ટાઇટન્સે જીતી લીધો છે. ગુજરાત ટાઇટન્સે શિવમ માવીને 6 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કરી લીધો છે.

જેસન હોલ્ડર

વિન્ડિઝ ઓલરાઉન્ડર જેસન હોલ્ડર આઇપીએલ 2022ના ટૉપ 10 સૌથી મોંઘા ખેલાડીઓમાં સામેલ થઈ ગયો છે. જેસન હોલ્ડરને રાજસ્થાન રોયલ્સે 5 કરોડ 75 લાખ રૂપિયામાં ખરીદ્યો. ગત સિઝન આઇપીએલ 2022માં જેસન હોલ્ડર સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમી રહ્યો હતો.

મુકેશ કુમાર અને હેનરિક ક્લાસેન

આ ઉપરાંત સૌથી મોંઘા ખેલાડીઓની યાદીમાં મુકેશ કુમારનું નામ પણ સામેલ થઈ ગયું છે, આ બોલરને ખરીદવા માટે પંજાબ અને દિલ્હી વચ્ચે બિડ વૉર થઈ હતી અને આખરે દિલ્હી કેપિટલ્સે 5 કરોડ 50 લાખની બોલી લગાવી મુકેશ કુમારને પોતાની ટીમમાં સામેલ કરી લીધો. તથા હેનરિક ક્લાસેનને સનરાઇઝર્સ હૈદરાબાદે 5 કરોડ 25 લાખમાં ખરીદ્યો.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
List Of Best Buy in IPL 2023 Auction includes sam curran, cameron green, ben stokes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X