• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Live: આઈપીએલ 2019 સીઝન માટે ખેલાડીઓની હરાજી ચાલુ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આઈપીએલ 2019ના સીઝન 12 માટે ખેલાડીઓની મંડી લાગી ગઈ છે. તમામ ફ્રેન્ચાઈઝી દિમાગી કસરતની સાથે પોતાની ટીમ માટે કેટલાય ખેલાડીઓને ખરીદવા માટે મન બનાવી ચૂક્યા હશે. મંગળવારે 18 ડિસેમ્બરે જયપુરમાં ખેલાડીઓની બોલી લાગવા જઈ રહી છે. આ દરમિયાન 436 ખેલાડીઓના ભાગ્યનો ફેસલો થશે જેમાં 226 ભારતીય ખેલાડીઓ સામેલ છે. 9 ખેલાડીઓએ ખુદની બેઝ પ્રાઈસ 2 કરોડ રાખી છે. દરેક ફ્રેન્ચાઈઝ પોતાની ટીમ માટે ફાયદાની ડીલ કરવા માગશે. તમામ ટીમમાં કોઈને કોઈ એવી કડી હશે જેને ટીમ મજબૂત કરવા માગશે. એવામાં ટીમ સારામાં સારા ખેલાડીઓને પોતાના ખાતામાં સામેલ કરવા માંગશે.

Newest First Oldest First
4:55 PM
ગત સિઝનમાં ઉનાદકટે 15 મેચમાં 11 વિકેટ લીધી ખેરવી હતી.
4:54 PM
સૌથી મોંઘી બેસ પ્રાઈસ વાળા જયદેવ ઉનાડકટને 8.40 કરોડમાં રાજસ્થાન રૉયલ્સે ખરીદ્યો
4:51 PM
વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સહાને હૈદરાબાદે 1.20 કરોડમાં ખરીદ્યો
4:51 PM
નિકોલસ પૂરનને 4.20 કરોડમાં પંજાબે ખરીદ્યો
4:50 PM
2.2 રોડમાં ઈંગ્લેન્ડના જોની બેયરસ્ટોને હૈદરાબાદે ખરીદ્યો
4:50 PM
અક્ષર પટેલને દિલ્હી કેપિટલે 5 કરોડમાં ખરીદ્યો
4:15 PM
મોઈસ હેન્રિક્સને 1 કરોડમાં કિંગ્સ ઈલેવન પંજાબે ખરીદ્યો
4:10 PM
ગુરક્રિત મનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બેસ પ્રાઈસ 50 લાખમાં ખરીદ્યો
4:07 PM
કોલકાતા નાઈટ રાઈડર્સે કાર્લોસ બ્રેથવેટને 5 કરોડમાં ખરીદ્યો.
3:55 PM
રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 4.2 કરોડમાં શેમરોન હેથમેયરને ખરીદ્યો
3:52 PM
બધી ટીમ પાસે કુલ 145 કરોડ 25 લાખ રૂપિયા છે જેનાથી તેઓ પોતાના પસંદિત ખેલાડીઓ ખરીદી શકે છે. ટીમમાં 9 ખેલાડીઓ એવા છે જેમની બેસ પ્રાઈઝ બે કરોડ છે, આવા ખેલાડીઓમાં બ્રેંડન મેકલ્લમ, ક્રિસ વોક્સ, લસિથ મલિંગા, કૉલિન ઈનગ્રામ, શૉન માર્શ, કોરી એન્ડરસન, સૈમ કરણ, એન્જેલો મેથ્યૂઝ અને શૉટ સામેલ છે.
3:48 PM
હનુમા વિહારીની બેસ પ્રાઈસ છે 50 લાખ, દિલ્હી ડેર ડેવિલ્સે 2 કરોડમાં ખરીદ્યો.
3:44 PM
એલેક્સ હેલ્સને કોઈએ ન ખરીદ્યો, બેઝ પ્રાઈઝ હતી 1.50 કરોડ
3:43 PM
ચેતેશ્વર પૂજારાને કોઈએ ન ખરીદ્યો, બેઝ પ્રાઈઝ હતી 50 લાખ
3:43 PM
મનોઝ તિવારીને કોઈએ ન ખરીદ્યો, બેઝ પ્રાઈઝ હતી 50 લાખ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
live auction for players of ipl season 12
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X