દિલ્હીની હોટલમાં લાગેલી આગમાંથી કઇ રીતે બચ્યા ધોની?

Written By:
Subscribe to Oneindia News

શુક્રવારના રોજ દેશની રાજધાની દિલ્હી માં દ્વારકા વિસ્તારમાં આવેલી એક હોટલમાં આગ લાગી ગઇ હતી. આ હોટલમાં ભારતીય ક્રિકેટ ટીમની પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અને ઝારખંડ ની ક્રિકેટ ટીમ રોકાઇ હતી. ધોની અને તેમની ટીમને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા, પરંતુ ખેલાડીઓની ક્રિકેટ કિટમાં આગ લાગી જતાં તે બળીને રાખ થઇ ગઇ હતી.

ms dhoni

ઉપલબ્ધ જાણકારી અનુસાર દ્વારકા વિસ્તારમાં સ્થિત વેલકમ હોટલમાં મહેન્દ્ર સિંહ ધોની અને ઝારખંડની ક્રિકેટ ટીમ રોકાઇ હતી. ધોની પોતાની ટીમ સાથે દિલ્હીના પાલમ મેદાનમાં શુક્રવારે થનાર વિજય હઝારે ટ્રૉફીની સેમિ ફાઇનલ મેચ રમવા માટે દિલ્હી આવ્યા હતા. આ મેચ બંગાળ સામે રમાનાર હતી. શુક્રવારે સવારે 6.30 વાગે અચાનક હોટલના એક સ્ટોરમાં આગ લાગી હતી.

અહીં વાંચો - ટેસ્ટ મેચના સુપરમેન સાહાએ કહી પોતાના મનની વાત

આ અંગે તુરંત જ ફાયર બ્રિગેડને જાણકારી આપવામાં આવી. ફાયર બ્રિગેડની ગાડીઓએ થોડી જ વારમાં આગ પર નિયંત્રણમાં લઇ લીધી હતી. આ ઘટનામાં કોઇને ઇજા થઇ હોવાના સમાચરા મળ્યાં નથી. ધોની અને તેમની ટીમને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા, પરંતુ કેટલાક ખેલાડીઓની કિટ આગમાં બળીને રાખ થઇ ગઇ હતી. આગ લાગવાની ઘટનાને પગલે આજે યોજાનાર મેચને કાલ સુધી ટાળી દેવામાં આવી છે.

English summary
Delhi: Fire had broken out in store in Dwarkas Welcome hotel complex. Mahendra Singh Dhoni and Jharkhand team who were staying there evacuated safely.
Please Wait while comments are loading...