અડધી રાત્રે સલમાનને મળવા પહોચ્યા મહેન્દ્ર સિંહ ધોની
સલમાન ખાનના મિત્રો ઘણા જલ્દી બની જાય છે તે વાત તો બધા જ જાણે છે. હાલમાં જ સલમાન ખાને પોતાનો એક પરમ મિત્ર બનાવ્યો છે જેનું નામ છે મહેન્દ્ર સિંહ ધોની. જે સલમાન ખાન ને મળવા માટે તેના ઘર ગેલેક્ષી એપાર્ટમેન્ટ પહોચી ગયા.
સલમાન ખાન હાલમાં જ મહેન્દ્ર સિંહ ધોની ને અનંત અંબાનીની જન્મદિવસની પાર્ટીમાં મળ્યા. બસ પછી પૂછવું જ શું ધોનીએ સલમાન ખાન ને તેને ઘર ગેલેક્ષી એપાર્ટમેન્ટમાં આવવાનું આમંત્રણ આપી દીધું. ધોની પણ પોતાના મિત્રને મળવા માટે ગેલેક્ષી એપાર્ટમેન્ટ પહોચી ગયા. ધોનીએ સલમાનને મામા બનવા માટેનું અભિનંદન આપ્યું.
પછી તો આખી રાત ગપસપ ચાલતી રહી. હાલમાં જ સુલતાનની પાર્ટીમાં જયારે સલમાનને અનુષ્કા અને વિરાટના પેચઅપ ની ખબર મળી ત્યારે તેને બંનેને પાર્ટી માટે આમંત્રિત કર્યા હતા. જેના બાદ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સલમાન ખાનના ગેલેક્ષી એપાર્ટમેન્ટમાં પાર્ટી કરવા માટે પહોચી ગયા હતા.
જુઓ તસ્વીરોમાં સલમાન ખાનનો ક્રિકેટ પ્રેમ...

મળવા પહોચ્યા ધોની
મહેન્દ્ર સિંહ ધોની સલમાન ખાનને મળવા માટે ગેલેક્ષી એપાર્ટમેન્ટ પહોચ્યા અને સલમાન ખાન જાતે તેમનું સ્વાગત કરવા માટે બહાર આવ્યા હતા.

અડધી રાત્રે મહેમાન
મહેન્દ્ર સિંહ ધોની અને તેમની પત્ની શાક્ષી અડધી રાત્રે સલમાન ખાન ના ઘરે પહોચ્યા ને સવારે 4 વાગ્યે નીકળી ગયા.

અંબાનીની પાર્ટીમાં મુલાકાત
મહેન્દ્ર સિંહ ધોની અને સલમાન ખાનની મુલાકાત મુકેશ અંબાનીના દીકરા અનંત અંબાનીના જન્મદિવસની પાર્ટીમાં થઇ હતી.

પ્રેમ રતન ધન પાયોનો સેટ
સલમાન ખાનનો ક્રિકેટ પ્રેમ જગજાહેર છે જયારે પણ તેને મોકો મળે છે ત્યારે તેઓ ક્રિકેટ રમી લે છે.

એક મેચ
એક ચેરીટી મેચમાં સલમાન ખાનની તસ્વીર.

મિત્રો સાથે સલમાન ખાન
મેદાન બહાર મિત્રો સાથે સલમાન ખાન.












Click it and Unblock the Notifications
