કોણ છે એ મહિલા જેણે અમિત મિશ્રા પર લગાવ્યા છે ગંભીર આરોપ

Posted By:
Subscribe to Oneindia News

આજકાલ ટીમ ઇન્ડિયાના ક્રિકેટર અમિત મિશ્રા પોતાની બોલીંગ નહિં પરંતુ એક મહિલા સાથે મારપીટના આરોપોને લઇને ચર્ચામાં છે. તેમના ઉપર બેંગ્લોરની હોટેલમાં એક મહિલા સાથે મારપીટના આરોપો લાગેલા છે. જેને લઇને મંગળવારે અમિત મિશ્રાની લાંબી પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. અને ત્યારબાદ જામીન પર છૂટકારો થયો હતો.

આખરે સવાલ એ થાય છેકે અમિત મિશ્રા પર ગંભીર આરોપો કરનારી એ મહિલા છે કોણ? અમિત મિશ્રા પર ગંભીર આરોપો લગાવનાર મહિલા અંગે પણ લોકો જાણવા માંગે છે. શું છે આખો મામલો આવો જાણીએ, પહેલા અમિતને દોસ્ત અને હવે દુશ્મન ગણાવનાર આ મહિલા કોણ છે?

 

અમિત મિશ્રા પર ગંભીર આરોપો લગાવનાર મહિલાનું નામ છે, વંદના જૈન કે જે હિંદી સિનેમા જગતમાં નિર્માતાનું કામ કરે છે. અમિતને તે પાછલા ત્રણ વર્ષથી જાણે છે. બંનેની મુલાકાત એક ઇવેન્ટ દરમ્યાન એક કોમન મિત્ર દ્વારા થઇ હતી. ત્યારબાદ બંને ઘણાં સારા મિત્રો બની ગયા હતા. વધુ જાણીએ નીચેના સ્લાઇડરમાં.....

બિઝનેસ ફેમિલી
  

બિઝનેસ ફેમિલી

વંદના એક બિઝનેસ ફેમિલીમાંથી આવે છે. તેમણે બલવિંદર સિંહ ફેમસ હો ગયા જેવી ફિલ્મોને સહ નિર્માતાના રૂપમાં પ્રોડ્યુસ કરી છે.

પાછલા ત્રણ વર્ષથી અમિતની મિત્ર
  

પાછલા ત્રણ વર્ષથી અમિતની મિત્ર

વંદના બેંગ્લોરમાં રહે છે. અને પાછલા ત્રણ વર્ષથી અમિતની સારી મિત્ર છે. એટલે અમિત મિશ્રા જ્યારે પણ બેંગ્લોર આવતા હતા, ત્યારે તેમના ઘરે જ રોકાતા હતા.

બોનીની સાથે કામ કર્યું છે
  

બોનીની સાથે કામ કર્યું છે

વંદના ખ્યાતનામ ફિલ્મ નિર્માતા બોની કપૂરની બિઝનેસ પાર્ટનર રહી ચૂકી છે.

બોની કપૂર સાથે ઝઘડો
  
 

બોની કપૂર સાથે ઝઘડો

બોની કપૂર પર પણ વંદનાએ લાખો રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ બંનેની પાર્ટનરશીપ તૂટી ગઇ હતી.

અમિત પર મારપીટનો આરોપ
  

અમિત પર મારપીટનો આરોપ

વંદનાએ બેંગ્લોરના અશોકનગર પોલીસ સ્ટેશનમાં અમિત મિશ્રા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેણે જણાવ્યુ હતુ કે મિશ્રાએ એક સ્ટાર હોટેલમાં તેની સાથે મારપીટ કરી હતી.

ફરિયાદ પાછી લઇ શકે છે
  

ફરિયાદ પાછી લઇ શકે છે

જો કે વંદનાએ જણાવ્યુ હતુ કે અમિત મિશ્રાની સાથે સમજૂતી બાદ તે ફરિયાદ પાછી લઇ શકે છે.

પહેલા જેલ અને પછી જામીન

પરંતુ મંગળવારે અમિતની આ મામલે ધરપકડ થઇ અને ત્યારબાદ તેમને જામીન મળી ગયા.

English summary
India leg spinner Amit Mishra had been arrested, and subsequently released on bail, in Bangalore in connection with the case of assault filed against him by a woman on October 20.Meet Assault Victim Vandana Jain.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.