એક બિહારીએ પલ્ટી દીધો બીસીસીઆઇનો તખ્તો

Subscribe to Oneindia News

સુપ્રિમ કોર્ટના ઐતિહાસિક નિર્ણયથી જેને સૌથી વધુ ખુશી થઇ છે તે બીજુ કોઇ નહિ પરંતુ એક બિહારી આદિત્ય વર્મા છે. જેમણે વર્ષ 2013 માં બીસીસીઆઇ વિરુદ્ધ સૌથી પહેલી પીઆઇએલ કરી હતી. આવો તમને જણાવીએ બિહારના આદિત્ય વર્મા વિશે જેમણે આજથી 4 વર્ષ પહેલા બીસીસીઆઇમાં સ્પોટ ફિક્સીંગ અને ભ્રષ્ટાચાર અંગે કરી હતી પીઆઇએલ.


aditya varma

આદિત્ય વર્મા એક બિઝનેસમેન અને રણજી ટ્રોફીમાં બિહાર તરફથી રમનાર ખેલાડી છે. તે બિહાર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી પણ હતા. ત્યારે જ તેમણે બોમ્બે હાઇકોર્ટમાં પોતાની પીઆઇએલમાં બીસીસીઆઇની એક પેનલને ગેરબંધારણીય ઘોષિત કરવાની માંગ કરી હતી. તેમજ આઇપીએલ ફિક્સીંગ મામલાની તપાસ માટે પેનલ બનાવવામાં આવી હતી. અહીંથી શરુ થાય છે આદિત્ય વર્માની કહાની.

આદિત્ય વર્માની એક પીઆઇએલ બીસીસીઆઇમાં ઘણા બદલાવની સૂત્રધાર બની અને બિહારની લડાઇ લડતા લડતા આદિત્યએ બીસીસીઆઇનો તખ્તો પલટી દીધો. તમને જણાવી દઇએ કે સુપ્રિમ કોર્ટે બીસીસીઆઇના અધ્યક્ષ અનુરાગ ઠાકુર અને અજય શીર્કેને હટાવવાનો ચૂકાદો સંભળાવ્યા બાદ બિહારના ક્રિકેટ જગતમાં ખુશીની લહેર દોડી ગઇ. કારણકે વર્ષોથી રણજી નહિ રમી શકેલ ખેલાડીઓના દિવસો હવે બદલાવાના છે.

કેવી રીતે શરુ થયો લોઢા સમિતિ-બીસીસીઆઇ વચ્ચે વિવાદ

સૌથી પહેલા સુપ્રિમ કોર્ટે આની તપાસ માટે જસ્ટીસ મુદગલની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવી. તે સમિતિએ વર્ષ 2014 માં પોતાની પહેલી રિપોર્ટ મોકલી. મુદગલ સમિતિની રિપોર્ટ બાદ સુપ્રિમને લાગ્યુ કે બીસીસીઆઇમાં સુધારની સખત જરુર છે. આના માટે જાન્યુઆરી, 2015 માં સુપ્રિમ કોર્ટના ફોર્મર ચીફ જસ્ટીસ આર એમ લોઢાની અધ્યક્ષતામાં 3 સભ્યોની ટીમ બનાવવામાં આવી.

લોઢા સમિતિ અને બીસીસીઆઇ વચ્ચે ટકરાવની સફર

4 એપ્રિલ, 2015 લોઢા સમિતિએ 82 સવાલ લખીને બીસીસીઆઇ પાસેથી જવાબ માંગ્યો હતો કે ઇંડિયામાં ક્રિકેટ કેવી રીતે ચાલે છે.

7 જાન્યુઆરી, 2016 બોર્ડ સેક્રેટરી અનુરાગ ઠાકુરે સ્ટેટ ક્રિકેટ એસોસિએશન પાસે લોઢા સમિતિની રિપોર્ટ પર સલાહ માંગી.

4 ફેબ્રુઆરી, 2016 સુપ્રિમ કોર્ટે બીસીસીઆઇને લોઢા સમિતિની ભલામણો પર વલણ સ્પષ્ટ કરવા કહ્યુ.

13 એપ્રિલ 2016 સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યુ કે તે કાયદો બનાવીને ભારતમાં ક્રિકેટ ચલાવી શકે છે.

2 મે 2016 સુપ્રિમ કોર્ટે બીસીસીઆઇ અને સ્ટેટ એસોસિએશનને લોઢા સમિતિની ભલામણો માનવાનો આદેશ આપ્યો.

18 જુલાઇ 2016 સુપ્રિમ કોર્ટે લોઢા સમિતિની મોટાભાગની ભલામણો માનીને મંત્રીઓ, સરકારી અધિકારીઓ અને 70 વર્ષથી વધુ ઉંમરના પદાધિકારીઓને બીસીસીઆઇમાં નહિ રહેવાનો આદેશ જારી કર્યો.

28 સપ્ટેમ્બર 2016 લોઢા સમિતિએ અનુરાગ ઠાકુર સહિત મોટા અધિકારીઓને હટાવવાની માંગ કરી.

3 ઓક્ટોબર 2016 બીસીસીઆઇની હરકતોથી નારાજ લોઢા સમિતિએ બેંકોને બીસીસીઆઇને ફંડ આપવાની મનાઇ કરી દીધી.

17 ઓક્ટોબર 2016 અનુરાગ ઠાકુરે કોર્ટમાં કહ્યુ કે આઇસીસીના નિયમો મુજબ બોર્ડ પર સરકારનું દબાણ ન હોવુ જોઇએ અને બોર્ડના કામમાં સરકારની દખલઅંદાજી ન હોવી જોઇએ.

15 ડિસેમ્બર 2016 સુપ્રિમ કોર્ટે અનુરાગ ઠાકુર પર ખોટુ બોલવાનો આરોપ લગાવ્યો. આ સાથે જ કહ્યુ કે શું તેમની પર કાર્યવાહી ના થવી જોઇએ?

2 જાન્યુઆરી 2016 સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો કે બીસીસીઆઇના પ્રેસિડેંટ અનુરાગ ઠાકુર અને સેક્રેટરી અજય શિર્કેની પદ પરથી હકાલપટ્ટી કરી દીધી. વળી, એ પણ કહ્યુ કે જે પદાધિકારી લોઢા સમિતિની વાત નહિ માને તેને બોર્ડમાંથી બહાર જવુ પડશે.

English summary
Men from bihar who is happy due to supreme court decison on anurag thakur
Please Wait while comments are loading...