MI vs DC : રોહિત-ઈશાન કિશનની શાનદાર બેટિંગ, આખરે મુંબઈને પહેલી જીત

દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેના આઈપીએલના મુકાબલામાં આખરે મુંબઈ ઈન્ડિયન્સે તેની પહેલી જીત નોંધાવી છે.

ત્રણ મેચ હાર્યા બાદ આખરે મુંબઈ ઈન્ડિયન્સને તેમની પ્રથમ જીત મળી છે. મુંબઈ ઈન્ડિયન્સે તેના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે 29 રનથી જીત મેળવી.

MI vs DC

આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને શાનદાર બેટિંગ કરી. 235 રનનો પીછો કરતા દિલ્હીની ટીમ 8 વિકેટ ગુમાવીને 205 રન જ બનાવી શકી.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 234 રન બનાવ્યા હતા. રોમારિયો શેફર્ડે 20મી ઓવરમાં 32 રન ફટકારીને મુંબઈને વિશાળ સ્કોર સુધી પહોંચાડ્યું હતું.

શેફર્ડે તેની ધમાકેદાર ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા. દિલ્હી કેપિટલ્સ તરફથી એનરિક નોર્ટજે આ સિઝનની સૌથી મોંઘી ઓવર ફેંકી.

ગેરાલ્ડ કોએત્ઝીએ ઋષભ પંતને હાર્દિક પંડ્યાના હાથે કેચ આઉટ કરાવ્યો. આ મેચમાં રિષભ પંત માત્ર એક રન બનાવી શક્યો. દિલ્હી માટે પૃથ્વી શૉએ 40 બોલમાં આઠ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 66 રન બનાવ્યા.

ટ્રિસ્ટન સ્ટબ્સે પણ ટીમ માટે શાનદાર બેટિંગ કરી. ટ્રિસ્ટન સ્ટબ્સે માત્ર 19 બોલમાં અડધી સદી ફટકારી. જો કે, તે ટીમને જીત તરફ લઈ જવામાં નિષ્ફળ રહ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X