For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MI vs RCB: શું શરૂઆતી મેચમાં મુંબઈ હારશે? આવી છે બંને ટીમની સંભાવિત પ્લેઈંગ ઈલેવન

MI vs RCB: શું શરૂઆતી મેચમાં મુંબઈ હારશે? આવી છે બંને ટીમની સંભાવિત પ્લેઈંગ ઈલેવન

|
Google Oneindia Gujarati News

આજથી આઈપીએલ 2021ની શરૂઆત થઈ રહી છે. પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બગ્લોર એકબીજા સામે ટકરાશે. આઈપીએલ 2021ની શરૂઆતી મેચ મુંબઈ ઈન્ડિયન્સ હારી શકે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ મેચ જીતવી મુંબઈ માટે અસંભવ છે, આ મેચ ચેન્નઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ અમે નહી બલકે અત્યાર સુધીના આઈપીએલનો ઈતિહાસ કહી રહ્યું છે.

2013થી હરેક વર્ષે શરૂઆતી મેચમાં મુંબઈ હાર્યું

2013થી હરેક વર્ષે શરૂઆતી મેચમાં મુંબઈ હાર્યું

નોંધનીય છે કે મુંબઈ ઈન્ડિયન્સે 2013 બાદ ટૂર્નામેન્ટમાં એકપણ ઓપનિંગ મેચ નથી જીતી. મુંબઈ 2013ની આઈપીએલ સિઝનમાં પણ ઓપનિંગ મુકાબલામાં બેંગ્લોર સામે હારી ગયું હતું. એ મેચમાં રિકી પોંટિંગ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હતા. આ મેચથી જસપ્રીત બુમરાહે આઈપીએલમાં પદાર્પણ કર્યું હતું. 2014 બાદ આઈપીએલની સાત સીઝન રમાઈ ચૂકી છે, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધી એકેય ઓપનિંગ મેચ નથી જીતી શક્યું. ત્યારે શું મુંબઈ ઈન્ડિયન્સની 8મી સિઝનમાં આ ઈતિહાસ બદલી શકે છે કે નહિ તે જોવું દિલચસ્પ રહેશે.

શું રોહિતનો વિજયરથ ચેન્નઈમાં થમી જશે?

શું રોહિતનો વિજયરથ ચેન્નઈમાં થમી જશે?

અત્યાર સુધીના આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સના ઈતિહાસને જોતાં એવું લાગે છે કે ચેન્નઈાં કેપ્ટન રોહિત શર્માની જીતનો રથ થંભી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સે રોહિતના નેતૃત્વમાં ચેન્નઈમાં અત્યાર સુધી ત્રણ મેચ રમી છે અને તમામ ત્રણ મેચમાં મહેંદ્ર સિંહ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સને હરાવ્યું છે. જેનો મતલબ છે કે આ મેદાનમાં હાર હિટમેનથી ઘણી દૂર છે. પરંતુ જો મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલમાં પાછલા સાત વર્ષથી પોતાના શરૂઆતી મેચ હારવાની પરંપરા યથાવત રાખે છે તો આ વખતે ચેન્નઈમાં તેમનો વિજયરથ થંભી જશે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ચેન્નઈમાં ક્યારેય નથી જીતી. વિરાટ કોહલીને ચેન્નઈના સ્ટેડિયમમાં પોતાની પહેલી જીતનો ઈંતેજાર રહેશે.

આવી હોય શકે બંને ટીમની સંભાવિત પ્લેઈંગ ઈલેવન

આવી હોય શકે બંને ટીમની સંભાવિત પ્લેઈંગ ઈલેવન

મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા, ક્રિસ લિન, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કીરોન પોલાર્ડ, હાર્દિક પાંડ્યા, ક્રુણાલ પાંડ્યા, જિમી નીશમ, રાહુલ ચહર, જસપ્રીત બુમરાહ, ટ્રેંટ બોલ્ટ. રોયલ ચેલેન્જર્સ

બેંગ્લોરઃ વિરાટ કોહલી, મોહમ્મદ અજહરુદ્દીન, એબી ડિવિલિયર્સ, ગ્લેન મેક્સવેલ, પવન દેશપાંડે, ડેનિયલ ક્રિશ્ચિયન, વૉશિંગ્ટન સુંદર, કાઈલ જેમીસન, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની.

MI vs RCB: આમને-સામને થશે કોહલી અને શર્મા, આ રહી ડ્રીમ ઈલેવન ટીમMI vs RCB: આમને-સામને થશે કોહલી અને શર્મા, આ રહી ડ્રીમ ઈલેવન ટીમ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
MI vs RCB: Will Mumbai lose in the opening match? history indicates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X