
MI Vs RR: ઇશાન કીશનની તોફાની ફીફ્ટી, મુંબઇની આસાન જીત
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 ની 51 મી મેચમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ આજે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાયું છે. મુંબઇએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાને પ્રથમ બેટીંગ કરતા 9 વિકેટ ગુમાવી માત્ર 90 રન બનાવ્યા હતા. મુંબઇએ 8.2 ઓવરમાં 94 રન બનાવી મેચ જીતી લીધી હતી.
મુંબઇ તરફથી બેટીંગ કરતા ઇશાન કીશને 25 બોલમાં 50 રન રોહીત શર્માએ 13 બોલમાં 22 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી બેટીંગ કરતા મુસ્તફીઝુર રહેમાન-ચેતન સાકરીયાએ 1-1 વિકેટ ઝડપી હતી.
ઉલ્લેખનિય છેકે મુંબઇના ફાસ્ટ બોલરો સામે રાજસ્થાનના બેટ્સમેનો ટકી શક્યા ન હતા. ઇવિન લેવિસે 19 બોલમાં 24 રન બનાવ્યા હતા. આ સિવાય બીજા ખેલાડી માંડ 2 ડીજીટનો આંકડાના રન બનાવી શક્યા હતા. મુંબઇ તરફથી બોલિંગ કરતા નથન કલ્ટર નાઇલે 4 વિકેટ તથા જેમ્સ નિશમે 3 વિકેટ તથા જસપ્રિત બુમરાહે 2 વિકેટ ઝડપી હતી.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો