For Quick Alerts
For Daily Alerts
MI vs RR: મુંબઇની 57 રને શાનદાર જીત, રાજસ્થાનની હાર
આઇપીએલની 20મી મેચ મુંબઇ ઇન્ડિયન અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઇ રહી છે. આ મેચમાં મુંબઇએ પ્રથમ ટોસ જીતી બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. સુર્યકુમાર યાદવની 47 બોલમાં 79 રનની શાનદાર ઇનિંગ દ્વારા મુંબઇએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 193 રન બનાવ્યા હતા. રાજસ્થાને આ લક્ષ્યનો પીછો કરતા 18.1 ઓવરમાં જ ઓલ આઉટ થઇ ગયું હતુ. રાજસ્થાને 136 રન બનાવ્યા હતા. રાજસ્થાન સામે મૂંબઇની 57 રને શાનદાર જીત થઇ હતી. આ જીત સાથે મુંબઇની સતત ત્રીજી અને સીરીઝની ચોથી જીત છે. મૂંબઇ પોઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે.
MI vs RR: મુંબઇએ પ્રથમ બેટીંગ કરતા રાજસ્થાનને આપ્યું 194 રનનું લક્ષ્ય
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો