For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન બનાવનાર પહેલી ભારતીય ક્રિકેટર બની મિતાલી રાજ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન બનાવનાર પહેલી ભારતીય ક્રિકેટર બની મિતાલી રાજ

|
Google Oneindia Gujarati News

ભારતીય મહિલા ટીમની કેપ્ટન મિતાલી રાજ પહેલી ભારતીય મહિલા ક્રિકેટર બની ગઈ છે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 હજાર રનનો રેકોર્ડ સ્થાપિત કરી લીધો. મિતાલી રાજ દુનિયાની બીજી મહિલા ક્રિકેટર છે જેમણે આ કારનામું કરી બતાવ્યું. મિતાલી રાજે 212 વનડે મેચમાં આ કીર્તિમાન હાંસલ કર્યો છે. દક્ષિણ આફ્રીકા વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં મિતાલી રાજે 10 હજાર રન પૂરા કર્યા. દક્ષિણ આફ્રીકાની ફાસ્ટ બોલર એની બોશની બોલિંગ પર ચોગ્ગો લગાવી મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 10 હજાર રન પૂરા કર્યા છે.

mithali raj

મિતાલી રાજની આ ઉપલબ્ધી પર બીસીસીઆઈએ પણ ટ્વીટ કરી તેમને શુભેચ્છા પાઠવી છે. બીસીસીઆઈએ ટ્વીટ કરી લખ્યું, જબરદસ્ત ચેમ્પિયન ક્રિકેટર, પહેલી ભારતીય મહિલ બેટ્સમેન જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કર્યા છે. જણાવી દઈએ કે મિતાલી રાજે 10 ટેસ્ટ મેચમાં 663 રન બનાવ્યા છે અને તેમનો સર્વોચ્ચ સ્કોર 214નો છે. ટેસ્ટ ક્રિકેટમાં તેમની એવરેજ 51ની છે. જ્યારે 89 ટી20 મેચમાં મિતાલી રાજના નામે કુલ 2364 રન છે, આ દરમ્યાન તેમની એવરેજ 37.52ની છે.

વનડે ક્રિકેટની વાત કરીએ તો મિતાલી રાજના નામે 212 મેચમાં કુલ 6974 રન છે. વનડે ક્રિકેટમાં મિતાલીના નામે 7 સદી અને 54 ફીફ્ટી છે. મિતાલી રાજ બાદ કૈરલેટ એડવર્ડ્સ એકમાત્ર બેટ્સમેન છે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 હજાર રનનો રેકોર્ડ સ્થાપ્યો હોય. ઈંગ્લેન્ડની પૂર્વ ક્રિકેટર કૈરલેટે 309 મેચમાં 10207 રન બનાવ્યા છે, આ દરમ્યાન તેમણે 67 ફીફ્ટી અને 12 સદી લગાવી. મિતાલીના નામે કુલ 75 ફીફ્ટી અને 8 સદી છે, એવામાં માનવામાં આવી રહ્યું છે કે મિતાલી રાજ જલદી જ કૈરલેટને પાછળ છોડી શકે છે.

IND vs ENG 1st T20 Preview: હાઈ-વોલ્ટેજ સીરિઝની પહેલી મેચ, રોમાંચક થશે મુકાબલોIND vs ENG 1st T20 Preview: હાઈ-વોલ્ટેજ સીરિઝની પહેલી મેચ, રોમાંચક થશે મુકાબલો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Mithali Raj became the first Indian cricketer to score 10,000 runs in international cricket
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X