For Quick Alerts
For Daily Alerts
Pics: બ્રાવોના ગીત આલ્બમની લોંચિંગમાં દીકરી સાથે પહોંચ્યા ધોની
નવી દિલ્હી, 5 મે: હાલમાં ધોનીની દીકરી જીવા મીડિયા માટે ડાર્લિંગ બની ગઇ છે, એટલે જ તો પ્રસંગ કોઇ પણ કેમ ના હોય સંપૂર્ણ એટ્રેક્શન ધોનીની લિટલ એંજલ બેબી જીવા તરફ જ હોય છે. ત્યારે જ તો ધોની અને તેની પત્ની સાક્ષી જ્યારે જીવાની સાથે દેવયાને બ્રાવોના નવા આલ્બમ સોંગ 'ચલો-ચલો'ની લોંચિંગમાં પહોંચ્યા તો મીડિયા અને લોકોનું તમામ ધ્યાન બ્રાવોને છોડીને ધોનીની નાની પરી તરફ દોરાઈ ગયું.
બેબી જીવાને પણ આ વાતનો અંદાજો હતો એટલે તેણે પણ પોતાના પિતાની ખોળામાં આ પળનો આનંદ માણ્યો. જ્યારથી મીડિયાની સામે નાની બેબી જીવા આવી છે, તે મોટાભાગે પોતાના પિતાના ખોળામાં જ રહે છે અને ધોનીનું સંપૂર્ણ ધ્યાન પોતાની ડોલ પર જ રહે છે. Front page headlines following launch of my brand new single Chalo Chalo featuring Nisha B. Asian Promo Tour next! pic.twitter.com/f8JLxZ61ST
— Dwayne Bravo (@Newbigdog) March 27, 2015
બ્રાવોના સોંગ લોચિંગમાં વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલે પણ હાજરી આપી હતી, જેમણે બ્રાવોની સાથે ધોની અને જીવાની સેલ્ફી લીધી અને પોતાના ટ્વિટર એકાઉંટ પર પોસ્ટ કરી.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો