ગુડગાંવના ફાર્મ હાઉસમાં ઇશાંત શર્માના લગ્ન, ધોની અને યુવરાજ પણ રહ્યા હાજર
હાલ ક્રિકેટર્સની મેરેજ સિઝન ચાલી રહી છે, યુવી-હેઝલના શાનદાર લગ્ન સમારંભ બાદ ગઇકાલે રાતે ભારતીય ટીમના ક્રિકેટર ઇશાંત શર્મા પણ લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. ઇશાંતના લગ્ન વારાણસીની રહેવાસી અને બાસ્કેટ બોલ ખેલાડી પ્રતિમા સિંહ સાથે થયા છે. આ બંન્નેનો લગ્ન સમારંભ દિલ્હી નજીક આવેલી ગુડગાંવના એક ફાર્મ હાઉસમાં યોજાયો હતો.
અહીં વરરાજા ઇશાંત શર્મા રેડ એન્ડ ગોલ્ડન શેરવાનીમાં દેખાયા હતા, તો પ્રતિમાએ પીળા કલરની સાડી પહેરી હતી. ઇશાની પત્ની પ્રતિમા વારાણસીની છે અને તે ઇન્ડિયન વુમન્સ નેશનલ બાસ્કેટ બોલ ટીમની ખેલાડી છે. પ્રતિમા સહિત તેઓ પાંચ બહેનો છે અને તેઓ 'સિંહ સિસ્ટર્સ'ના નામે ઓળખાય છે.
Also Read: ગોવામાં લગ્નગ્રંથિએ જોડાશે યુવરાજ સિંહ અને હેઝલ
અત્રે ઉલ્લેખનીય છે કે આ જ વર્ષે 19 જૂનના રોજ ઇશાંત અને પ્રતિમાની સગાઇ થઇ હતી. ઇશાંત શર્માના લગ્ન માટે બનારસથી શરણાઇ વાદકોને બોલાવવામાં આવ્યા હતા. ઇશાંત શર્મા જ્યારે વરઘોડો લઇને પહોંચ્યા ત્યારે પૂરી રિત-રિવાજો અનુસાર શરણાઇ વગાડીને તેમનું દ્વારપુજન કરવામાં આવ્યું. જાનૈયાઓ માટે ખાસા બનારસના સાફા પણ તૈયાર રાખવામાં આવ્યા હતાં.
યુવી અને ધોની પણ રહ્યા હાજર
ઇશાંત શર્માને લગ્ન માટે અભિનંદન આપવા ભારતીય ટીમને વન-ડે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ ગુડગાંવ પહોંચ્યા હતા. આ ઉપરાંત, યુવરાજ સિંહ પણ અહીં હાજર રહ્યા હતા.
Also Read: યુવી-હેઝલની ગોવા વેડિંગમાં પહોંચ્યા વિરાટ-અનુષ્કા
જો કે, ધોની કે યુવરાજની પત્નીઓ આ સમારંભમાં દેખાઇ નહીં. ધોની અને યુવરાજ જેવા આ ફંક્શનમાં અન્ટર થયા કે લોકો વચ્ચે એમની સાથે ફોટો પડાવવા માટે જાણે હોડ લાગી!
આ સાથે જ રેસલર યોગેશ્વર દત્તે પણ લગ્નમાં હાજરી પુરાવી નવ-યુગલને અભિનંદન પાઠવ્યાં હતાં.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો