ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ: કોહલીની શાનદાર સદી, અનેક રેકોર્ડ તોડ્યા
ભારત Vs. ઇંગ્લેન્ડની ચોથી ટેસ્ટ મેચ મુંબઇ ખાતેના વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આજે ત્રીજો દિવસ છે અને કેપ્ટ વિરાટ કોહલીએ શાનદાર સેન્ચૂરી મારી, વધુ બે સિદ્ધિઓ પોતાના નામે કરી લીધી છે. વિરાટની સદી સાથે જ ભારતે પહેલી ઇનિંગમાં 7 વિકેટ ગુમાવીને 451 રન બનાવ્યા.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ
કેપ્ટન વિરાટ કોહલીએ 147 રન માર્યા. ભારતને સાતમો ઝાટકો રવિન્દ્ર જાડેજાના રૂપમાં મળ્યો. જાડેજા માત્ર 25 રન બનાવી આઉટ થયા. આ પહેલા ત્રીજા દિવસની સવારે મુરલી વિજય શાનદાર સેન્ચૂરી ફટકારી 136 રન પર આઉટ થયા હતા. મુરલી વિજય આઉટ થયા બાદ કરુણ નાયર મેદાન પર ઉતર્યા, પરંતુ વધારે ટક્યા નહીં. કરુણ નાયર 13 રન પર આઉટ થયા. ત્યાર બાદ પાર્થિવ પટેલ મેદાને ચડ્યા, પરંતુ તે પણ 15 જ રનમાં આઉટ થઇ ગયા. પાર્થિવ બાદ આવેલા અશ્વિન તો રન બનાવે એ પહેલાં જ આઉટ થઇ ગયા.
ત્રીજા દિવસની ટેસ્ટ મેટ શરૂ થતાંની સાથે જ ભારતને બીજો ઝાટકો મળ્યો. ચેતેશ્વર પુજારા મેચમાં બીજા જ બોલ પર આઉટ થઇ ગયા. તેમણે કુલ 47 રન બનાવ્યા. પુજારા આઉટ થયા હાદ કેપ્ટન વિરાટ કોહલી મેદન પર આવ્યા. કોહલીએ મુરલી વિજય સાથે મળી રમત આગળ વધારી.

કોહલીની શાનદાર સદી, અનેક રેકોર્ડ તોડ્યા
વિરાટ કોહલીની ટેસ્ટ મેચમાં આ 15મી સદી છે. એક કેલેન્ડર યરમાં કેપ્ટન તરીકે સૌથા વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો. આ વર્ષે વિરાટ કોહલીએ ટેસ્ટ મેચમાં કુલ 8 સેન્ચૂરી ફટકારી, એક કેલેન્ડર યરમાં કપ્તાન તરીકે સૌથી વધુ સેન્ચૂરી મારવાના રોકર્ડમાં સચિન તેંડુલકરની બરાબરી કરી છે.
એક વર્ષમાં એક હજાર ટેસ્ટ રન
સાથે જ તેણે એક વર્ષમાં હજાર રન પૂરા કર્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં કોઇપણ ભારતીય ખેલાડી એક વર્ષમાં હજાર ટેસ્ટ રન બનાવી શક્યો નથી. વિરાટ કોહલીએ 2016માં 11 ટેસ્ટ મેચમાં સરેરાશ 71.50 રન બનાવ્યા છે. આ પહેલા વર્ષ 2011માં રાહુલ દ્રવિડે આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત એક વર્ષમાં એક હજાર રન બનાવવાવાળા વિરાટ ત્રીજા ભારતીય કેપ્ટન છે. આ પહેલાં 1997માં સચિન તેંડુલકર અને 2006માં રાહુલ દ્રવિડે આ ઉપલબ્ધિ મેળવી હતી.
5 મેચની સિરિઝમાં 500થી વધુ રન બનાવવાવાળો 5મો ખેલાડી
5 મેચની સિરિઝમાં 500થી વધુ રન બનાવવાવાળી વિરાટ કોહલી 5મા ખેલાડી છે. આ પહેલાં રાહુલ દ્રવિડ અને સુનીલ ગાવસ્કર આ કમલ કરી ચૂક્યા છે.
ટેસ્ટ કરિયરમાં પૂરા કર્યા 4 હજાર રન
41 રનના સ્કોર પર પહોંચતા જ વિરાટ કોહલીએ ટેસ્ટ કરિયરમાં 4000 રન પૂરા કરી દીધાં છે. તેમણે 52 મેચમાં 48.78ની સરેરાશે આ સ્કોર મેળવ્યો છે. વિરાટે તેમની 89 ઇનિંગમાં આ સફળતા પ્રાપ્ત કરી છે. ભારતમાંથી આ પહેલાં વિરેન્દ્ર સહેવાગે સૌથી ઝડપી 79 ઇનિંગમાં 4 હજાર રન પૂરા કર્યા હતા. તેમણે વર્ષ 2006માં આ સિદ્ધિ મેળવી હતી.

ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતનો સ્કોર 146/1
બીજા દિવસે મેચ પૂરી થતાં સુધી મુરલી વિજય (70) અને ચેતેશ્વર પુજારા (47) નોટઆઉટ હતા. બંન્નેએ મળી 195 બોલ પર 100 રન બનાવ્યા હતા. ભારતીય ટીમને પહેલો ઝાટકો આપ્યો મોઇન અલીએ. તેમણે 24 રન પર રમતાં કેએલ રાહુલને બોલ્ડ કર્યો. આ પહેલાં, ઇંગ્લેન્ડની ટીમે ભારત સામે પહેલી ઇનિંગમાં 400 રન બનાવ્યા. જોસ બટલર 76 રન પર છેલ્લી વિકેટના રૂપમાં આઉટ થયા.

અશ્વિન અને જાડેજાને કમાલ
આ મેચમાં ભારતના સ્પિન બોલરોની સામે અંગ્રેજો પાછા પડ્યા. અશ્વિને ભારત માટે સૌથી વધુ 6 અને જાડેજાએ 4 વિકેટ લીધી. ઇંગ્લેન્ડની ટીમે પહેલી ઇનિંગમાં કેટાન જેનિંગ્સ (112), જોસ બટલર (76) અને મોઇન અલી (50) ના દમ પર 400 રન બનવ્યા છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો