આવી ઘટિયા કપ્તાની ક્યારેય નથી જોઈ- ગૌતમ ગંભીરે ઈયોન મોર્ગનને ઝાટક્યો
ગૌતમ ગંભીર પોતાના વિચારોને સરખી રીતે ખુલ્લામાં જ વ્યક્ત કરવા માટે ઓળખાય ચે અને હવે તેમણે કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન ઈયોન મોર્ગનની કપ્તાનીની ટિકા કરી છે. મોર્ગન હાલ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલા મુકાબલામાં કેકેઆર ટીમની કમાન સંભાળી રહ્યા હતા. આ મેચમાં બેંગ્લોરે કોલકાતાના બોલર્સને હંફાવી મૂક્યા હતા અને 4 વિકેટના નુકસાન પર 204 રનનો સ્કોર ખડકી દીધો.
ગૌતમ ગંભીરે ઈયોન મોર્ગનને ઝાટક્યો
ગૌતમ ગંભીરે મોર્ગનની ઝાટકણી કાઢી. ગંભીરે સ્વીકાર્યું કે કોહલીની વિકેટ બહુ વિરાટ હતી અને તેનો ફાયદો ઉઠાવી શકાય તેમ હતો પરંતુ મોર્ગને બહુ ઘટિયા કપ્તાની કરી. ગંભીરે કહ્યું કે આ સૌથી અજીબોગરીબ કપ્તાની છે જે તેણે પોતાની જિંદગીમાં પહેલીવાર જોઈ છે. ગૌતમ ગંભીરે મોર્ગનને એમ કહીને મોર્ગનની ઝાટકણી કાઢી કે તેણે વરુણ ચક્રવર્તીને સતત બીજી ઓવર ફેંકવા ના દીધી, આ રહસ્યમઈ સ્પિનરે પોતાની પહેલી ઓવરમાં 2 વિકેટ ચટકાવી લીધી હતી.
ગંભીરનું કહેવું છે કે ગ્લેન મેક્સવેલ ઈનફોર્મ બેટ્સમેન હતા અને જો વરુણ ચક્રવર્તી પોતાની બીજી ઓવર ફેંકત તો કદાચ મેક્સવેલથી છૂટકારો મેળવી શકાતો હતો પરંતુ મોર્ગનની કપ્તાનીને પગલે આવું ના થયું.
DC vs PBKS: દિલ્હી કેપિટલ્સે ટૉસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો