• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પત્ની ડોના સાથે જ બે વાર લગ્ન કર્યા છે સૌરવ ગાંગુલીએ, આખી ફિલ્મી છે લવ સ્ટોરી

|

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ ચૂંટવા લગભગ નક્કી છે. આની ઔપચારિક ઘોષણા 23 ઓક્ટોબરના રોજ થશે, આ સમાચાર આવ્યા બાદ કોલકત્તાના પ્રિન્સ કહેવાતા ગાંગુલીના ફેન્સની ખુશીનો પાર નથી રહ્યો. ટીમ ઈન્ડિયાના સૌથી હેન્ડસમ, ડેશિંગ અને સફળ કેપ્ટનોમાંના એક સૌરવ ગાંગુલીને તેમના ચાહકો ટ્વિટર અને ફેસબુક પર અભિનંદનની વર્ષા પાઠવી રહ્યા છે.

કોઈ ફિલ્મી પટકથાથી કમ નથી સૌરવ-ડોનાની પ્રેમ કહાની

કોઈ ફિલ્મી પટકથાથી કમ નથી સૌરવ-ડોનાની પ્રેમ કહાની

આમ તો ગાંગુલીની અચીવમેન્ટ વિશે દરેક જણ જાણે છે પરંતુ આજે આપણે તેમની લાઈફની સૌથી કોમળ અને સૌથી સુંદર પળ વિશે જણાવીએ. હા, સાચુ સમજ્યા તમે, અમે વાત કરી રહ્યા છે સૌરવ ગાંગુલીની લવ સ્ટોરીની.. કે જે એકદમ યશ ચોપડા અને કરણ જૌહરની ફિલ્મોની જેમ જ દિલને સ્પર્શી જાય તેવી છે.

સૌરવ ગાંગુલીને પ્રેમ કહાની પૂરી ફિલ્મી છે...

ગાંગુલીની આ રીલ ટાઈપ રીયલ સ્ટોરીમાં હીરો-હીરોઈન તો એ અને તેમની પત્ની હતી પરંતુ હા, વિલન બંનેના પરિવારવાળા હતા. બન્યુ એવુ કે સૌરવ એક અમીર કુટંબમાંથી આવે છે પરંતુ જે લક્ઝરી અપાર્ટમેન્ટમાં તે રહેતા હતા તેની બાઉન્ડ્રી વૉલ ડોનાના ઘર સાથે જોડાયેલી હતી, એનો અર્થ એ કે ડોના અને સૌરવ એકબીજાના પડોશી હતા.

ચોરી ચોરી મળતા હતા સૌરવ અને ડોન...

ચોરી ચોરી મળતા હતા સૌરવ અને ડોન...

ડોના એક બહુ ઓડિશી નૃત્યાંગના છે અને આ જ વાત બંગાળ ટાઈગર સૌરવના ઘરનાને પસંદ નહોતી. આમ પણ બંને પરિવારવાળામાં પોતાના સ્ટેટસ માટે બહુ બબાલ હતી પરંતુ પરિવારના ઝઘડાથી દૂર સૌરવ-ડોના ટીનએજમાં જ એકબીજાના પાક્કા દોસ્ત બની ગયા હતા. સૌરવ અને ડોનાની સ્કૂલ અલગ અલગ હતી એટલા માટે સૌરવ સ્કૂટર ચલાવીને પોતાના ઘરનાથી જૂઠ બોલીને ડોનાની એક ઝલક મેળવવા તેની સ્કૂલની છુટ્ટી વખતે ગેટ પર પહોંચી જતા તો ડોના છૂપાઈ છૂપાઈને સૌરવની ક્રિકેટ મેચ જોવા સ્ટેડિયમ જતી હતી.

આ પણ વાંચોઃ સતપાલ મહારાજના ઘરની વહુ બની આ અભિનેત્રી, વાયરલ થયા લગ્નના Pics અને Video

ટીનએજનો પ્રેમ બની ગયો ઉંમરભરનો પ્રેમ

ટીનએજનો પ્રેમ બની ગયો ઉંમરભરનો પ્રેમ

ઉંમર વધી અને દોસ્તી પ્રેમમાં ફેરવાઈ ગઈ, સમય બદલાયો અને સૌરવ જોતજોતામાં ક્રિકેટની દુનિયામાં ઝગમગાતા સ્ટાર બની ગયા પરંતુ ડોનાની ફેમિલી પર આ વાતોની અસર ન થઈ અને ફરીથી આવ્યો 1996નો ઈંગ્લેન્ડ પ્રવાસ.. જેણે ગાંગુલીના ક્રિકેટ કરિયર અને ખાનગી જીવનની તસવીર બદલી દીધી. ગાંગુલીના બેટે જ્યાં ઈંગ્લેન્ડમાં ધમાકો કર્યો ત્યાં બીજી તરફ પ્રવાસે જતા પહેલી સૌરવે ડોનાને લગ્ન માટે પ્રપોઝ કરી દીધુ. બંનેએ કોર્ટ મેરેજ કરવાનો નિર્ણય કરી લીધો અને પ્રવાસ બાદ ગાંગુલીએ વર્ષ 1996 ઓગસ્ટમાં ડોના સાથે કોર્ટ મેરેજ કરી લીધો તે પણ ઘરવાળાને જણાવ્યા વિના.

ગાંગુલીના થયા બે વાર લગ્ન

ગાંગુલીના થયા બે વાર લગ્ન

પરંતુ કહે છે કે ઈશ્ક અને મુશ્ક છૂપાવે છૂપે નહિ અને આ વાતની જાણ બંનેના ઘરવાળાને થઈ તો બબાલ તો થવાની જ હતી પરંતુ છેવટે બંનેના ફેમિલીએ હથિયાર હેઠા મૂકી દીધા અને પરિવારે નિર્ણય કર્યો કે બંના લગ્ન ફરીથી થશે અને ફેબ્રુઆરી 1997માં બંનેના ફરીથી લગ્ન થયા તે પણ બંનેના પરિવાર સામે. આજે ડોના-સૌરવ દુનિયા માટે પરફેક્ટ કપલ છે. બંનેના પ્રેમના બગીચામાં સના નામનુ ફૂલ પણ છે કે જે બંનેની જિંદગી છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
New BCCI boss Sourav Ganguly to take guard on October 23: Read his Love Story, its full of Drama and Emotions.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more